BSP-SPના ગઠબંધને કોંગ્રેસ માટે કેમ છોડી અમેઠી-રાયબરેલી સીટ, માયાવતીએ ખોલ્યું રાજ
માયાવતીએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલી આ બંને લોકસભા સીટ અમે કોંગ્રેસ માટે છોડી દીધી છે. તેણે આ નિવેદનથી એવું દર્શાવવાની કોશિશ કરી કે સપા-બસપા ગઠબંધન કોંગ્રેસ સામે નથી પરંતુ એનડીએની વિરુદ્ધમાં છે. આ કારણે ગઠબંધને બંને સીટો પર નહીં લડવાનો ફેંસલો લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો સપા-બસપા ગઠબંધન બંને સીટો પર ઉમેદવાર ઉતારત તો કોંગ્રેસની પરેશાની વધી શકતી હોત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં જ ગૂંચવાયેલા રહેત અને દેશના બાકીના રાજ્યોમાં બીજેપીને ઘેરવાનો સમય ન આપી શકત. બંને સીટો છોડવાનું પાછળ એવું કારણ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સાથે ગઠબંધનનો માર્ગ મોકળો હોવાની રણનીતિ પણ છે.
લખનઉઃ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરનસ કરીને ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. તેની સાથે જ માયાવતીએ રાજ્યની 80 લોકસભા સીટોની ફોર્મૂલા પણ સામે રાખી હતી. જે મુજબ બસપા અને સપા 38-38 સીટ પર ચૂંઠણી લડશે અને બે સીટ પ્રાદેશિક પક્ષો માટે છોડી છે. જ્યારે બાકી રહેલી બે સીટ અમેઠી અને રાયબરેલી પર ગઠબંધને કોંગ્રેસ સામે ઉમેદવાર નહીં ઉતારવાની રણનીતિ અપનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -