આ છે નીરવ મોદીની ગ્લેમરસ પત્નિ અમી, પાર્ટીની શોખીન અમી કઈ રીતે ઉડાવતી કરોડો રૂપિયા, જાણો વિગત
ફ્રૉડના કેસ મામલે, આ બધા ઇન્ડિયાને બાય બાય કરી દીધું હતું, સૌથી પહેલા 1લી જાન્યુઆરીએ નિરવ મોદી, ત્યારબાદ તે જ દિવસે નિશાલ મોદીએ ભારત છોડ્યું હતું. નિરવની પત્ની અમી મોદીએ 4 જાન્યુઆરીએ અને છેલ્લે નિરવના મામા મેહૂલ ચોક્સી 6ઠ્ઠી જાન્યુઆરીએ ભારતમાંથી નાસી છૂટ્યા હતા.
અમી મોદી પાસે બૉલીવુડથી લઇ હૉલીવુડના એક્ટ્રેસ-એક્ટ્રીસના કૉન્ટેક્ટ છે, અમી મોટી મોટી ભવ્ય પાર્ટીઓ કરવાની શોખીન હતી.
પીએમબી ગોટાળા મામલે, સીબીઆઇએ 283 કરોડના ફ્રૉડને લઇને નિરવ, નિશાલ અને અમી મોદી અને નિરવના મામા મેહૂલ ચોક્સીને લૂકઆઉટ નોટીસ પાઠવી દીધી હતી.
નિરવ મોદીએ પણ વૉર્ટન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તે દરમિયાન તેને અમી સાથે લગ્ન કર્યો, અને ત્યારબાદ બન્ને બિઝનેસ પાર્ટનર બનીને જ્વેલરી હાઉસ ખોલ્યું હતું.
નવી દિલ્હીઃ ગ્લૉબલ ડાયમન્ડ જ્વલર્સ નિરવ મોદી અત્યારે દેશમાં ચર્ચામાં છે. નિરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 11400 કરોડનું કૌભાંડ આચર્યું છે. નિરવ મોદી સીબીઆઇએ ફ્રૉડ મામલે કેસ દાખલ કર્યો છે, તેમજ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ કૉન્ટ્રાક્ટના પૈસા ના મુદ્દે એફઆઇઆર નોંધાવી દીધી છે. પણ આ બધાની વચ્ચે બહુ ઓછા લોકો નિરવ મોદીની પત્ની વિશે જાણે છે. અહીં અમે તમને નિરવ મોદીની પત્ની અમી મોદી વિશે કેટલાક રસપ્રદ ફેક્ટ્સ બતાવી રહ્યાં છીએ.
અમીના અનેક બૉલીવુડ સ્ટાર્સ સાથે કૉન્ટેક્ટ હતા, અમી કરોડોની જલસાવાળી ભવ્ય પાર્ટીઓની શોખીન હતી, અવાર નવાર પાર્ટીઓમાં તે ભાગ પણ લેતી હતી.
નિરવ અને અમી મોદી બન્ને ત્રણ બાળકો છે, જેમાં બે પુત્રી અને એક પુત્ર સામેલ છે.
અબજોપતિ નિરવ મોદીની પત્નીનું નામ અમી મોદી છે, અમી મોદી અત્યારે 48 વર્ષની છે. તેને પતિ સાથે 2010માં ગ્લૉબલ ડાયમન્ડ જ્વેલરી હાઉસની સ્થાપના કરી હતી, અમી મૂળ એનઆરઆઇ છે અને ન્યૂયોર્કમાં રહે છે.
અમી મોદી પાસે અમેરિકન પાસપોર્ટ છે, તેણીએ યુએસની વૉર્ટન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઇન બિઝનેસ એડમિનીસ્ટ્રેશનનો અભ્યાસ કમ્પલેટ કર્યો છે. અમી મોદી મૂળ ભારતીય હિન્દુ કાસ્ટથી બિલોન્ગ કરે છે.