✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોલકત્તાઃ આખી રાત કરી બર્થ-ડે પાર્ટી, સવારે રસ્તા પર મળી આવી એર હોસ્ટેસની લાશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2017 03:07 PM (IST)
કોલકત્તાઃ આખી રાત કરી બર્થ-ડે પાર્ટી, સવારે રસ્તા પર મળી આવી એર હોસ્ટેસની લાશ
1

2

3

કોલકત્તાઃ કોલકત્તામાં ઇન્ડિયો એરલાઇન્સમાં કામ કરનારી એક એર હોસ્ટેસનું રહસ્યમય રીતે મોત થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. મેઘાલયની રહેવાસી ખોંગસિત ક્લારા બન્શા રાયનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટ બહાર રસ્તા પરથી મળી આવ્યો હતો. ક્લારાએ મંગળવારે પોતાના ફ્લેટ પર બર્થ-ડેની પાર્ટી આપી હતી.

4

પોલીસને પાડોશીઓ સાથે પૂછપરછમાં જાણકારી મળી કે એપાર્ટમેન્ટના ચોથા માળ પર ક્લારા રહેતી હતી. તેની બર્થ-ડે પાર્ટીમાં ચાર લોકો હતા. ફ્લેટમાંથી મોડી રાત સુધી અવાજ આવતો હતો. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જે નશામાં ધૂત હતા. ફ્લેટમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. ક્લારા કેટલાક મહિના અગાઉ જ ફ્લેટમાં રહેવા આવી હતી.

5

એક રિપોર્ટ પ્રમાણે, કોલકત્તા એરપોર્ટની પાસે કેસ્ટોપુર વિસ્તારમાં રહેતી એર હોસ્ટેસ ખોંગસિત ક્લારાએ મંગળવારની રાત્રે પોતાના ઘર પર બર્થ-ડેની પાર્ટી આપી હતી. તેની સાથે તેના બે મિત્રો પણ પાર્ટીમાં હાજર હતા. આગામી દિવસે તેની લાશ એપાર્ટમેન્ટ બહાર રસ્તા પર મળી આવી હતી.

6

જોકે, સવારે તેની લાશ રસ્તા પર અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની સુચના મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ હાલમાં સંદિગ્ધ મોત માનીને તપાસ કરી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોલકત્તાઃ આખી રાત કરી બર્થ-ડે પાર્ટી, સવારે રસ્તા પર મળી આવી એર હોસ્ટેસની લાશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.