કર્ણાટક: કુમારસ્વામીએ કર્યો કેબિનેટ વિસ્તાર, કૉંગ્રેસના આઠ મંત્રી થયા સામેલ
રમેશ જારકિહોલીને કથિત રૂપથી ભાજપના નેતાઓ સાથે સાઠ-ગાંઠ છે અને તે કેબિનેટ તથા પાર્ટીની બેઠકોમાં આવી રહ્યા નથી. તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના સ્થાને તેમના ભાઇ સતીશ જારકિહોલીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. શંકર અપક્ષ ઉમેદવાર છે. તેને કોંગ્રેસના સહયોગી સભ્ય હોવાની તેમની અનિચ્છાને કારણે હટાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે પાર્ટીને વિસ્તાર કરવાની મંજૂરી આપી દીધી હતી. અગાઉ તેમણે પ્રદેશમાં પાર્ટી નેતાઓ અને કર્ણાટક પ્રભારી સચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી અને મુદ્દા પર ચર્ચા કરી હતી.
બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે પોતાના છ મહિના જૂના કેબિનેટનો વિસ્તાર કર્યો અને તેમાં ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસના આઠ સભ્યોને સામેલ કર્યા છે. બે મંત્રીઓ રમેશ જારકિહોલી (નગર પ્રશાસન) અને આર શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
રાજ્યપાલ વજુભાઇ વાળાએ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રાજભવનમાં ગ્લાસ હાઉસમાં નવા મંત્રીઓનું પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓમાં સતીશ જારકિહોલી, એમબી પાટિલ, સીએમ શિવલ્લી, એમ ટી બી નાગરાજ, ઇ તુકારામ, પી ટી પરમેશ્વર નાઇક, રહીમ ખાન અને આર બી થિમ્મારપુર સામેલ છે. આઠમાંથી સાત મંત્રી ઉત્તર કર્ણાટકના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -