કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે કુમારસ્વામી, કોંગ્રેસના જી.પરમેશ્વર બનશે ડેપ્યૂટી સીએમ
તેમના શપથ સમારોહમાં મોદી વિરોધી આખો મોરચો હાજર રહેશે. જે મહેમાનોએ શપથ ગ્રહણમાં આવવાનુ નિમંત્રમ સ્વીકાર્યુ છે જેમાં કેટલાય મોટા નેતાઓ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App34 મંત્રીઓમાંથી 22 મંત્રી કોંગ્રેસના હશે, જ્યારે 12 મંત્રીઓ સહિત મુખ્યમંત્રી જેડીએસ તરફથી હશે. વળી, વિભાગોની વહેંચણી બહુમતી સાબિત કર્યા બાદ કરવામાં આવશે.
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારમાં જેડીએસમાંથી કુમારસ્વાનીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસે ડેપ્યૂટી સીએમનું પદ દલિત સમુદાયમાંથી આવનારા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જી.પરમેશ્વરને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી કે.આર. રમેશને કર્ણાટક વિધાનસભાના સ્પીકર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ડેપ્યૂટી સ્પીકર જેડીએસમાંથી હશે.
કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત અનેક બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રાદેશિક પક્ષોના પ્રમુખ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. શપથગ્રહણ સમારોહમાં એક લાખ લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બેગ્લુંરુઃ જેડીએસ નેતા કુમાસ્વામી આજે સાંજે 4.30 વાગે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ વજુભાઇ વાળા કુમારસ્વામીને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. કુમારસ્વામી ઉપરાંત કોંગ્રેસ નેતા જી.પરમેશ્વર પણ સરકારમાં ડેપ્યૂટી સીએમ પદના શપથ લેશે, જ્યારે અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ બહુમતી સાબિત કર્યા બાદ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -