‘કર્ણાટકમાં રાજ્યપાલ ગુજરાતીની જેમ બિઝનેસ કરી રહ્યા છે, કેન્દ્ર પણ તેમાં સામેલ’, જાણો કોણે લગાવ્યો આવો આરોપ
‘ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના લોકો અમને પરેશાન કરી રહ્યા છે. અમારા ફોન ટેપ થઈ રહ્યા છે. અમે લોકો આતંકવાદી નથી’ તેમ પણ કુમારસ્વામીએ કહ્યું હતું.
કુમારસ્વામીએ કહ્યું, ‘અમે અમારી રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. અમે તેના પર કાનૂની રીતે લડીશું. જો તમારી પાસે બહુમત હોય તો યેદિયુરપ્પા એકલા કેમ શપથ લઈ રહ્યા છે. '
બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજ્યમાં ચાલી રહેલા સરકાર બનાવવાના ખેલમાં બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. જેના પર જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે, ‘રાજ્યપાલ સિસ્ટમ ઠીક કરે, ગુજરાતીની જેમ બિઝનેસ ન કરે. કેન્દ્ર સરકાર પણ રાજ્યપાલ સાથે મળેલી છે.’
‘આપણે બધા જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે. રાજ્યપાલ બેવડી રમત રમી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. તેઓ અહીંયા બિઝનેસ કરી રહ્યા છે. કર્ણાટકના લોકોને આ કારણે નુકસાન થશે. આ બધામાં કેન્દ્ર સરકારનો હાથ પણ છે તેમાં લેશમાત્ર શંકા નથી.’
તેમણે સવાલ કર્યો હતો કે, ‘યેદિયુરપ્પાએ કહ્યું હતું કે હું શપથ લીધાના 24 કલાકની અંદર જ ખેડૂતોનું દેવું માફ કરી દઈશ. શું હવે તેઓ આમ કરશે? કુમારસ્વામીએ કહ્યું, અમે આસાનીથી હાર નહીં માનીએ. યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો નહીં 3 દિવસનો સમય મળવો જોઈએ.’