✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

26 જાન્યુઆરીએ રાજપથ પર આ મહિલા ઓફિસર કરશે 350CCના બૂલેટ પર છુટા હાથથી સ્ટન્ટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2019 05:00 PM (IST)
26 જાન્યુઆરીએ રાજપથ પર આ મહિલા ઓફિસર કરશે 350CCના બૂલેટ પર છુટા હાથથી સ્ટન્ટ, જુઓ તસવીરો
1

શિખા કહે છે કે હું જ્યારે પુરી કન્ટિગજેન્ટ જઇ રહી હતી ત્યારે લોકો બૂમો પાડતા હતો પણ હવે જ્યારે હું નીકળુ છુ ત્યારે બાળકો તાલીઓ વગાડે છે, એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે.

2

પુરુષોની ટીમમાં એકલી મહિલા હોવા પર કેપ્ટને લખ્યુ કે, પહેલા મને લાગતુ હતુ કે હું આ ટીમનો ભાગ કઇ રીતે બની શકીશ, પણ જ્યારે મે ટીમ જૉઇન કરી તો ત્યાં મારામાં અને બીજા અન્ય ઓફિસરોમાં કોઇ ફરક ન હતો કરવામાં આવ્યો.

3

લેડી ડેરડેવિલે કહ્યું કે, હું છેલ્લા 3 મહિનાથી પ્રેક્ટિસ કરી રહી હતી, શરૂમાં હાથ છોડીને બૂલેટ ન હતી ચલાવી શકતી, પણ ટીમે મને શિખવાડ્યુ, મારી ખુબ મદદ કરી. ધીમે ધીમે હું શીખી ગઇ અને બાઇક પર કેવી રીતે ઉભા રહેવાનું છે. બાઇકના અલગ અલગ પ્રકારના સ્ટન્ટથી મારો આત્મવિશ્વાસ વધી ગયો છે.

4

કેપ્ટન શિખાએ જણાવ્યુ કે, બાઇક ચલાવવી અને તેના પર એડવેન્ચર કરવુ રાતોરાત નથી આવડી જતુ. હું આર્મી જૉઇન કર્યા પહેલા બાઇક ચલાવતી હતી, મેં બાઇક લઇને લદ્દાખ અને ભૂટાનની ટ્રિપ પણ કરી છે.

5

સુરભીએ IT માંથી બીટેક કર્યુ છે અને ત્યારબાદ ઇન્ડિયન આર્મી જૉઇન કરવા માટે ખુબ મહેનત કરી હતી.

6

સુરભી શિખાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, હું શરૂઆતથી જ એક સ્પોર્ટ્સપર્સન હતી, હું બૉક્સિંગ કર્યા કરતી હતી અને બાસ્કેટબૉલ રમતી હતી. સ્પોર્ટ્સમાં રહેવાના કારણે મને ઇન્ડિયન આર્મી જોઇન કરવાની પ્રેરણા મળી.

7

બાઇક પર હેન્ડલ પકડ્યા વિના બેલેન્સ રાખવા આસાન કામ નથી, આ માટે એલર્ટનેસ, હિમ્મત અને સ્ટેમિના હોવુ જરૂરી છે. બાઇક પર એકથી વધુ એક સ્ટન્ટ બતાવવા વાળી ડેરડેવિલ ટીમ 1935માં બનાવવામાં આવી હતી અને આના નામે 24 વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે, જેમાં ગિનીઝ અને લિમ્કા બુક ઓફ એવોર્ડ પણ સામેલ છે.

8

ઝારખંડની 28 વર્ષીય કેપ્ટન શિખા સુરભી પુરુષ ડેરડેવિલ્સ ટીમની વચ્ચે એકલી મહિલા ઓફિસર હશે, તે રૉયલ એનફિલ્ડ 350 CC પર સ્ટન્ટ કરશે.

9

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ આપણે દરવર્ષની જેમ ભારતીય સેનાની ઝાંબાજી જોવા મળે છે પણ આ વખતે ગણતંત્ર દિવસના પ્રસંગે પહેલીવાર એક મહિલા ડેરડેવિલ મોટરસાઇકલ પર કરતબ કરતી દેખાશે. આ વખતે આખી પરેડમાં મહિલા શક્તિઓની ઝલક જોવા મળશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 26 જાન્યુઆરીએ રાજપથ પર આ મહિલા ઓફિસર કરશે 350CCના બૂલેટ પર છુટા હાથથી સ્ટન્ટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.