કોના કારણે આરએસએસવાળા ચડ્ડીના બદલે પેન્ટ પહેરતા થયા, લાલુનો ચોંકાવનારો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2016 02:22 PM (IST)
1
લાલુએ સાથે જ કહ્યું કે, હજુ તો અમે ચડ્ડીમાંથી ફુલ પેન્ટ કરાવ્યું છે. તેમના વિચારો પણ ફુલ કરાવીશું. પેન્ટ જ નહીં વિચારમાં પણ ફેરફાર કરાવીશું. હથિયાર પણ નીચે મુકાવીશું. ઝહેર ફેલાવવા નહીં દઈએ.
2
લાલુએ ટ્વીટ કરી કહ્યું, અમે આરએસએસને ફુલ પેન્ટ પહેરાવી દીધું. રાબડી દેવીએ સાચું જ કહ્યું હતું કે તેમને સંસ્કૃતિનું કોઈ જ્ઞાન નથી, શરમ નથી આવતી, વૃદ્ધ લોકો ચડ્ડીમાં ફરે છે. એક પચી એક ટ્વીટ કરી લાલુએ કહ્યું કે, રાબડીના નિવેદને જ આરએસએસને પોતાના પહેરવેશમાં પરિવર્તન લાવવાની ફરજ પડી.
3
આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદે આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા ગણવેશમાં પરિવર્તન લાવવાનો સંપૂર્ણ ક્રેડિટ પોતાની પત્ની રાબડી દેવીને આપી છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા 90 વર્ષોથી આરએસએસ કાર્યકર્તા ખાખી રંગની ચડ્ડી પહેરતા હતા, જેને છોડીને હવે તેમણે ફુલ પેન્ટને અપનાવ્યું છે.