ભાજપના ‘વિકાસ’ પર લાલુ પ્રસાદે માર્યો ટોણો- જે પેદા જ નથી થયો તે શું મરશે
નવી દિલ્લી: ભાજપનો નારો વિકાસને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે પણ ભાજપ સરકારના વિકાસના નારા પર ટિપ્પણી કરી છે. લાલૂએ ટ્વિટર પર લખ્યું કે જે (વિકાસ) પેદા જ નથી તે શું મરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ટ્વિટરના એક યૂઝરે લાલૂને ભાજપ વિરુદ્ધ ચલાવવાંમાં આવેલા એક હેશટેગને રીટ્વિટ કરવાનો અનુરોધ કર્યો હતો. લાલૂએ યૂઝરની વાત તો માની, સાથે પોતાના તરફથી એક કટાક્ષ પર એક પંક્તિ પણ જોડી દીધી. ભાજપના વિકાસને લઈને વિપક્ષ વિકાસ ગાંડો થયો છે તેની સાથે સોશલ મીડિયા પર ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે. લાલૂ પ્રસાદ પણ સોશલ મીડિયા દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતા રહ્યા છે.
લાલૂ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પટના યાત્રા પર પહોંચે તે પહેલા ટ્વિટર પર ભાજપ પર કટાક્ષ કર્યો હતો. લાલૂ પ્રસાદે ટ્વિટરના એક યૂઝરના ટ્વિટ રિટ્વિટ કરતા લખ્યું કે, ‘જે પેદા નથી થયો, તે શું મરશે, તેથી શેનું દુખ (RIP)’.
- - - - - - - - - Advertisement - - - - - - - - -