ચૂંટણી સમયે જ છત્તીસગઢમાં વિસ્ફોટ, નક્સલી હુમલામાં એક જવાન શહીદ, બે ઘાયલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સુકમા જિલ્લામાં આ મહિનાની 12 તારીખે પહેલા તબક્કાનું મતદાન થયુ હતુ, જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનુ છે. મતોની ગણતરી 11 ડિસેમ્બરે થશે. હાલમાં અહીં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અહીં નક્સલિઓ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો છે.
માહિતી પ્રમાણે જ્યારે આ વિસ્તારમાં જીઆરજીના જવાનો પેટ્રૉલિંગ કરી રહ્યાં હતા ત્યારે તેઓ ભેજી અને એલારમડગુ ગામમાં મધ્યમાં આવેલા જંગલોમાં પહોંચ્યા, આ દરમિયાન નક્સલિઓઓ બારુદી સુરંગોમાં વિસ્ફોટ કર્યો હતો.
પોલીસ રિપોર્ટ અનુસાર, સુકમા જિલ્લાને મોકલેલી અંતર્ગત સ્ટેશન રિપોર્ટમાં ભેજી અને એલરમડગુ ગામની વચ્ચે રવિવારે નક્સલિઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દીધો હતો, આ ઘટનામાં ડીઆરજીનો એક જવાન શહીદ થઇ ગયા હતો જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા.
રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં એક બારુદી સુરંગ વિસ્ફોટ થયો છે, જેમાં એક પોલીસ જવાન શહીદ થઇ ગયો છે જ્યારે બે અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -