કાંચી શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આપવામાં આવી સમાધિ, વિજયેન્દ્ર સરસ્વતી બનશે મઠાધીશ
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 જુલાઈ 1935ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા. તેઓ 1954માં શંકારાચાર્ય બન્યા હતા. કાંચી મઠની સ્થાપના ખુદ આદિ શંકરાચાર્યએ કરી હતી. કાંચી મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે.
જયેન્દ્ર સરસ્વતીના નિધન બાદ કાંચી મઠમાં વિજયેન્દ્ર સરસ્વતીની શંકરાચાર્ય તરીકે નિમણૂક કરાશે. વિજયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 70માં મઠપ્રમુખ બનશે.
કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે સવારે 82 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને રવિવારે ચેન્નઇની રામચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ચેન્નઇઃ કાંચી કામકોટિ પીઠના મઠાધીશ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આજે સમાધિ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી ચૂક્યા છે. તમિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિતે શંકરાચાર્યના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈ શકે, પરંતુ તેમના વતી કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -