બેંગ્લુરુ: અનંત કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, શાહ- અડવાણી- રાજનાથ રહ્યા હાજર
વર્ષ 2014માં મોદી સરકારમાં તેઓ રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જૂલાઇ 2016માં તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરતા તેમને સંસદીય કાર્યમંત્રીની પણ જવાબદારી સોંપાઇ હતી. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને રાજનાથ સિંહ સહિતના અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરુઃ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી રહેલા અનંત કુમારના બેંગલુરુમાં આજે રાષ્ટ્રિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી જ્યાં શોક પ્રગટ કરી એક પ્રસ્તાવ પાર કરાયો હતો. નોંધનીય છે કે 59 વર્ષીય અનંત કુમારનું કેન્સરને કારણે નિધન થયું હતું. 22 જૂલાઇ 1959માં બેંગલુરુમાં જન્મેલા અનંત કુમાર 1996માં પ્રથમવાર દક્ષિણ બેંગલુરુથી લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં 13 દિવસની અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ ગઇકાલે રાત્રે બેંગલુરુમાં તેમના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. કર્ણાટક સરકારે અનંત કુમારના નિધન બાદ રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -