અખિલેશ-શિવપાલના ઝઘડામાં મોદીને વખાણીને મુલાયમે શું કહ્યું
નવી દિલ્લીઃ સમાજવાદી પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ધક્કામુક્કી થયાના અહેવાલ છે, આ અગાઉ મુલાયમ સિંહ યાદવે વિવાદને શાંત કરવા માટે કહ્યુ હતું કે, મેં પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. વડાપ્રધાન મોદીને યાદ કરતા કહ્યુ હતું કે તેઓ દઢ નિશ્વય અને સંઘર્ષથી વડાપ્રધાન બન્યા છે.
મુલાયમ સિંહે ભંગાણના આરે ઉભેલી પાર્ટીને એકજુટ કરવાનો પ્રયાસ કરતા કહ્યું આપણે અંદરો અંદર લડવા કરતા બહેતર છે કે આપણી નબળાઈઓ સામે લડીએ. મુલાયમે એવું પણ કહ્યું કે તેઓ હજુ નબળા પડયા નથી
પાર્ટી કાર્યાલય પર બોલતા મુલાયમસિંહે કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચાપલુસીમાં લાગ્યા છે જે લોકો મોટુ વિચારી શકતા નથી તેઓ મંત્રી બની શકતા નથી. મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું છે કે જે બહુ ઉછળી રહ્યાં છે તેઓ જો જરૂર પડી તો એક લાઠી પણ સહન કરી શકશે નહીં.
મુલાયમસિંહે કહ્યું કે તેઓ કહે છે કે તેઓ તેમની માતા વિના રહી શકતા નથી. મુલાયમે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે સમાધાન કરાવવા પુરતો મામલો શાંત પડ્યો છે.