'ગુજરાતી નરેંદ્ર મોદી બનારસ છોડે' વારાણસીમાં લાગ્યા પોસ્ટર
ઉત્તર ભારતીયો પર હુમલાના વિરોધમાં બનારસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા થઈ રહ્યાં છે અને પીએમ મોદી ચુપ છે. 2014માં લોકસભામાં નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટાયા હતા. બનારસવાસીઓએ કહ્યું ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં ઉત્તર ભારતીયો કે બિહારીઓની હિજરત નહીં રોકાય અને હુમલા થશે તો ઉત્તરપ્રદેશમાંથી પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયોને તગેડી મુકીશું.
યુપી-બિહાર એકતા મંચે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જંગ-એ-એલાન નામથી પોસ્ટરો લાગ્યા છે. તેમાં લખ્યું છે કે 'ગુજરાતી નરેંદ્ર મોદી બનારસ છોડે'. આ સાથે ગુજરાતી અને મહારાષ્ટના લોકોએ એક અઠવાડીયામાં બનારસ છોડવાની ચેતવણી આપવામાં આવી છે.
વારાણસી: ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયો પર હુમલાની ઘટનાઓ બાદ વારાણસીમાં યુપી-બિહાર એકતા મંચે ઉત્તરપ્રદેશમાંથી ગુજરાતીઓને ભગાડી મુકવા ચીમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં રોષે ભરાયેલા લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે.