હવે તમે તમારા Aadhaar કાર્ડની અપડેટ હિસ્ટ્રી ઓનલાઈન જોઈ શકશો, જાણો શું છે પ્રોસેસ
અહીં તમારે પહેલા કૉલમમાં આધાર નંબર અને તેની નીચે સિક્યોરિટી કોડ ભરવો પડશે. તેના પછી તમે સેન્ડ OTP પર ક્લિક કરો. તેના પછી તમારે વન ટાઈમ પાસવર્ડ મળશે, જેણે તમારે આ પેજ પર એન્ટર કરવો પડશે. ત્યારબાદ તમારી સામે તમારા આધારની અપડેટની હિસ્ટ્રી દેખાવા લાગશે. હાલ તેના માટે Beta વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપડેટ હિસ્ટ્રી જાણવા માટે તમારે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર જવું પડશે. અહીં આધાર અપડેટની કેટેગરીમાં સૌથી નીચે Aadhaar Update History (Beta) આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતા તમને અહીં પૂછવામાં આવશે કે આ લિંક તમને નવા પેજ અથવા તો વેબસાઈટ પર લઈ જશે, શું તમને મંજૂર છે. તમે Ok કરશો તો તમારી સામે નવું પેજ ખૂલશે.
નવી દિલ્હીઃ આધાર કાર્ડને બેંક ખાતા અને મોબાઈલ સહિત અન્ય સેવાઓ સાથે લિંક કરવું જરૂરી છે. ત્યારે જો તમે એ જાણવા માગો છો કે તમારું આધાર ક્યારે ક્યારે અપડેટ થયું છે તો તમે તે સરળતાથી જાણી શકો છો.
આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈએ એક નવું ફીચર રજૂ કર્યું છે. આધાર અપડેટ હિસ્ટ્રી નામના આ ફીચરથી તમે ઓનલાઈન તમારા આધારની અપડેટ હિસ્ટ્રી જાણી શકો છો અને જરૂરત પડવા પર સંબંધિત એજન્સીને પણ આપી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -