અનામતની માંગ કરી રહેલા મરાઠા મોરચાએ મુંબઇમાં બંધ પાછું ખેંચ્યું, જાણો શું આપ્યું કારણ
મરાઠા મોરચાએ જરૂરી સેવાઓને પ્રભાવિત ના કરવાનો નિર્ણય લીધો છે. મુંબઇ સહિત બીજા કેટલાય વિસ્તારોમાં મરાઠા મોરચા દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યુ હતું. જેને લઇને કેટલીક જગ્યાઓએ મરાઠા આંદોલને હિંસક રૂપ ધારણ કરી લીધુ અને આગચંપી અને તોડફોડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ અનામતની માંગને લઇને મરાઠા આંદોલને ફરી તેજી પકડી છે. મરાઠા મોરચાએ આજે મુંબઇમાં બંધનુ એલાન જાહેર કર્યુ હતું, જેને હવે પરત ખેંચી લેવામાં આવ્યું છે. બંદ દરમિયાન મરાઠા મોરચાએ મુંબઇ તરફ જનારા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જામ કરી દીધો હતો. જોકે 20 મિનીટ બાદ આંદોલન કારીઓ હાઇવે પરથી હટી ગયા હતા. બુધવારે સવારે નવી મુંબઇના ધનસોલીમાં 2 બસો પર પથ્થરમારો કર્યો હતો. મુંબઇ બંધમાં સ્કૂલ અને કૉલેજોને સામેલ નથી કરવામાં આવી, તેમછતાં કેટલીક જગ્યાએ રજાઓ આપી દેવામાં આવી હતી.
કહેવાઇ રહ્યુ છે કે પ્રદર્શનકારીઓએ અનેક ગાડીઓને ફૂંકી મારી હતી અને બે પ્રદર્શનકારીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હર્યો હતો. મહારાષ્ટ્ર બંધમાં સૌથી વધુ અસર ઔરંગાબાદના આસપાસના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. જ્યાં કાલે અનામતના પક્ષમાં કાઢવામાં આવેલી રેલીમાં એક પ્રદર્શનકારીનું મોત થઇ ગયું હતું.
આ અગાઉ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઇને ચાલી રહેલું રાજ્યવ્યાપી પ્રદર્શન હિંસક બની હતું. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એક કૉન્સ્ટેબલનું મોત થઇ ગયુ છે જ્યારે અને નવ ઘાયલ થયા છે. આજે મરાઠા ક્રાંતિ મોર્ચાએ મુંબઇ બંધનું એલાન કર્યુ છે. આ બધાની વચ્ચે મુંબઇમાં સવારે કેટલીક જગ્યાઓએ બેસ્ટ બેસ્ટ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
વળી, કોંગ્રેસે પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા અનામતને લઇને નિશાન સાધ્યુ, કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહે કહ્યું કે, મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસે ખુદ અનામત આપવાનો વાયદો કર્યો હતો, પણ આજે તે પોતાની આ વાતથી ફરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામતની માંગ લાંબા સમયથી થઇ રહી છે, પણ થોડાક દિવસો પહેલા અનામતને લઇને આંદોલન ઉગ્ર બની ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યાં છે.
આ વિશે ડીએમ ઉદય ચૌધરીએ જણાવ્યું કે, સરકાર મૃતક કાકાસાહેબ શિંદેના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપશે. સાથે તેના નાના ભાઇને સરકારી નોકરી પણ આપવામાં આવશે.
પ્રદર્શનકારીઓએ માંગ પુરી ના થવા સુધી મૃતક કાકાસાહેબ શિંદેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ બધાની વચ્ચે મરાઠા સમુદાયની નારાગજીને જોતા ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોરચાની મોટાભાગની માંગો માની લેવામાં આવી હતી.
આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં ગાડીઓ-બસોમાં તોડફોડ કરવામાં આવી, આ બધાની વચ્ચે આજે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે. ઔરંગાબાદ, કોલ્હાપુર, સાતારા, સોલાપુર, પુણે અને મુંબઇમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. કેટલીય જગ્યાએ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -