✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આત્મહત્યા બાદ મરાઠા આંદોલન હિંસક બન્યું, હાઇવે જામ અને ઇન્ટરનેટ બંધ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2018 09:35 AM (IST)
1

આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં ગાડીઓ-બસોમાં તોડફોડ કરવામાં આવી, આ બધાની વચ્ચે આજે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે. ઔરંગાબાદ, કોલ્હાપુર, સાતારા, સોલાપુર, પુણે અને મુંબઇમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. કેટલીય જગ્યાએ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.

2

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઇને ચાલી રહેલું રાજ્યવ્યાપી પ્રદર્શન હિંસક બની ગયું છે. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એક કૉન્સ્ટેબલનું મોત થઇ ગયુ છે જ્યારે અને નવ ઘાયલ થયા છે. આજે મરાઠા ક્રાંતિ મોર્ચાએ મુંબઇ બંધનું એલાન કર્યુ છે. આ બધાની વચ્ચે મુંબઇમાં સવારે કેટલીક જગ્યાઓએ બેસ્ટ બેસ્ટ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

3

વળી, કોંગ્રેસે પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા અનામતને લઇને નિશાન સાધ્યુ, કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહે કહ્યું કે, મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસે ખુદ અનામત આપવાનો વાયદો કર્યો હતો, પણ આજે તે પોતાની આ વાતથી ફરી ગયા છે.

4

ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામતની માંગ લાંબા સમયથી થઇ રહી છે, પણ થોડાક દિવસો પહેલા અનામતને લઇને આંદોલન ઉગ્ર બની ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યાં છે.

5

આ વિશે ડીએમ ઉદય ચૌધરીએ જણાવ્યું કે, સરકાર મૃતક કાકાસાહેબ શિંદેના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપશે. સાથે તેના નાના ભાઇને સરકારી નોકરી પણ આપવામાં આવશે.

6

પ્રદર્શનકારીઓએ માંગ પુરી ના થવા સુધી મૃતક કાકાસાહેબ શિંદેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ બધાની વચ્ચે મરાઠા સમુદાયની નારાગજીને જોતા ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોરચાની મોટાભાગની માંગો માની લેવામાં આવી હતી.

7

કહેવાઇ રહ્યુ છે કે પ્રદર્શનકારીઓએ અનેક ગાડીઓને ફૂંકી મારી હતી અને બે પ્રદર્શનકારીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હર્યો હતો. મહારાષ્ટ્ર બંધમાં સૌથી વધુ અસર ઔરંગાબાદના આસપાસના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. જ્યાં કાલે અનામતના પક્ષમાં કાઢવામાં આવેલી રેલીમાં એક પ્રદર્શનકારીનું મોત થઇ ગયું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • આત્મહત્યા બાદ મરાઠા આંદોલન હિંસક બન્યું, હાઇવે જામ અને ઇન્ટરનેટ બંધ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.