ઘટનાસ્થળે હાજર સિદ્ધૂની પત્ની નવજોત મદદ કર્યા વિના ભાગી ગયા, સ્થાનિકોએ લગાવ્યો આરોપ
દર વર્ષે અહી દશેરાનો કાર્યક્રમ થાય છે. આ ઘટના ખુબ જ દુ:ખદ છે. અમે અહી હોસ્પિટલમાં લોકોની મદદ કરી રહ્યાં છીએ. આખી રાત અહીં રહીને લોકોની મદદ કરવાના છીએ, આના પર ગંદી રાજનીતિ ના કરે.
આ આરોપ પછી હોસ્પિટલમાં હાજર નવજોત કૌર સિદ્ધૂ તરફથી જવાબ આવ્યો છે. તેમને કહ્યું – મારા મેદાનથી નિકળ્યાના 15 મીનિટ પછી આ દૂર્ઘટના ઘટી હતી. મને ફોન પર દૂર્ઘટનાની જાણકારી મળી. જાણકારી મળતાની સાથે જ મે કમિશ્નર સાહેબને ફોન કર્યો અને કહ્યું કે, હું ત્યાં પહોંચુ છું તો તેમને કહ્યું કે, માહોલ સારો નથી.
સ્થાનિક લોકોના મતે અમૃતસરના ચોડા બજારમાં દશેરા પર રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો હતો. આ કાર્યક્રમમાં પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ પણ હાજર હતા. નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેન અટફેટે લીધા ત્યારે નવજોત કૌર પોતાની કારમાં બેસીને ચાલ્યા ગયા હતા.
તેથી હું સીધી હોસ્પિટલ પહોંચી ગઈ અને રાહત બચાવ કાર્યમાં મદદ કરવા લાગી. આ ઘટના પર રાજનીતિ કરવી ખુબ જ ખોટી વાત છે.
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગઇકાલે દશેરાની સાંજે થયેલી ભયાનક રેલવે દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 61 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઘટનાથી સમગ્ર દેશ શોકાતુર બન્યુ છે ત્યારે પંજાબના મંત્રી નવજોત સિંઘ સિદ્ધુના પત્ની પર છટકી જવાનો આરોપ લાગ્યો છે. લોકોનું કહેવું છે કે, દૂર્ઘટના બની ત્યારે નવજોત કૌર પોતાની કારમાં બેસીને ચાલ્યા ગયા હતા.