ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓ યાદીમાંથી ગાયબ
ભાજપના સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ યાદી.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાચપના સ્ટાર પ્રચારકોની યાદીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી, હેમા માલિની, શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ, મનોજ તિવારી, દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યનું નામ સામેલ છે. સાથે જ અન્ય ભાજપના નેતાઓના નામ પણ આ યાદીમાં સામેલ છે.
આશ્ચર્યની વાત છે કે, ભાજપના સંસ્થાપક રહેલ લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ આ યાદીમાંથી ગાયબ છે. નોંધનીય છે કે, આડવાણીની જગ્યાએ ગાંધીનગર સીટ પર અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે, કાનપુરથી મુરલી મનોહર જોશીનું પણ પત્તું કપાઈ શકે છે. જોકે પ્રચારકોની યાદીમાં ચૂંટણી ન લડવાની જાહેરાત કરનાર કલરાજ મિશ્રા, સુષમા સ્વરાજ અને ઉમા ભારતીના નામ સામેલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે તાબડતોડ પ્રચાર શરૂ કર્યો છે. પ્રચાર માટે ભાજપે વિજય સંકલ્પ સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. ભાજપના તમામ દિગ્ગજ નેતા અલગ અલગ શહેરોમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ખુદ પીએમ મોદી પણ 28 માર્ચથી પ્રચાર અભિયાનમાં ઉતરશે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી છે. આ યાદીમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત તમામ દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -