આગામી લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં જાહેર થઇ શકે છેઃ પીટીઆઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jan 2019 05:21 PM (IST)
1
નોંધનીય છે કે, ગત 2014ની લોકસભા ચૂંટણીની તારીખો પણ 5 માર્ચ, 2014ના રોજ જાહેર થઇ હતી, આ ચૂંટણી 9 તબક્કામાં યોજાઇ હતી.
2
3
ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી મળતી માહિતી અનુસાર, 2019ની લોકસભા ચૂંટણી આગામી માર્ચ મહિનામાં યોજાઇ શકે છે, ચૂંટણી પંચ માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.
4
નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં જાહેર થવાની સંભાવના છે, ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી રિપોર્ટ્સ છે કે, સમાન્ય ચૂંટણી માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઇ શકે છે.
5
આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઇ શકે છે. આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો આ સમયે જાહેર થઇ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી હોવાના રિપોર્ટ્સ છે.