લોકસભામાં કાગળો ઉછળ્યા, હંગામો થતા ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત, ટીડીપીના 12 સાંસદો સસ્પેન્ડ
આ અગાઉ સ્પીકરે નિયમ 374એ અંતર્ગત અન્નામુદ્રકના 24 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. નિયમ 374એ સ્પીકરને ગૃહની કાર્યવાહી બાધિત કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવાનો અધિકાર આપે છે.
એઆઇએડીએમકેના સાંસદો કાવેરી નદી પર બંધ બનાવવાના પ્રસ્તાવને પાછો લેવાની માંગ કરી રહ્યાં હતા, જ્યારે ટીડીપી સાંસદોએ આંધ્રને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને હંગામો કર્યો હતો.
આ દરમિયાન સ્પીકર સુમિત્રા મહાજને પ્રશ્નકાળ સંચાલિત કરવાની કોશિશ કરી, આ બધાની વચ્ચે એઆઇએડીએમકેના કેટલાક સાંસદોએ હવામાં કાગળો ઉછાળ્યા, સ્પીકરે તેમને ચેતાવણી આપી પણ માન્યા નહીં અને છેવટે મહાજને 12 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.
નવી દિલ્હીઃ સંસદના નીચલા ગૃહ લોકસભામાં ગુરુવારે પણ એઆઇએડીએમકે અને ટીડીપીના સભ્યો દ્વારા સતત ચાલુ રહ્યો, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ એઆઇએડીએમકે અને તેલુગુ દેશમ પાર્ટીના સભ્યો સ્પીકરના આસાનની પાસે પહોંચી ગયા અને પોતાની જુદીજુદી માંગોને લઇને નારેબાજી કરવા લાગ્યા હતા.