‘લવ ગુરૂ’ને 30 વર્ષ નાની વિદ્યાર્થીની સાથે હતા સેક્સ સંબંધ, હવે પ્રેમિકા સંન્યાસી બની જતાં ‘લવ ગુરૂ’એ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, પટના વિશ્વવિદ્યાલયમાં હિન્દીના પ્રોફેસર રહી ચૂકેલા મટુકનાથ તે વખતે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમને પોતાની શિષ્યા જૂલીની સાથે પ્રેમ કર્યો હતો અને તેમને જાહેરમાં જાહેરાત પણ કરી હતી. જૂલી સાથે પ્રેમ કરવાના કારણે મટુકનાથની પત્નીએ પટનામાં રોડ પર ખુલ્લેઆમ મારપીટ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમટુકનાથે જણાવ્યું હતું કે, રિટાયરમેન્ટ બાદ હવે તે માત્ર મસ્તી કરવા માંગે છે. આ વર્ષની શરૂઆતમાં તેમની પ્રેમિકા જૂલી સંન્યાસી બનીને તેમનાથી દૂર ચાલી ગઇ હતી. તે માત્ર છોકરીની સાથે પ્રેમનો સંબંધ રાખવા માંગે છે.
મટુકનાથનો દાવો છે કે, મારી સાથે લગ્ન કરવા માટે છોકરીઓની લાંબી લાઈન લાગે છે અને મારા માટે યોગ્ય છોકરીની પસંદગી મારા વિદ્યાર્થીઓ કરશે. મટુકનાથ આ પોસ્ટમાં લખ્યું હતું કે, છોકરીઓના પરિવારજનો મને ખુબ હેરાન કરે છે. મટુકનાથ કહે છે કે, મારા વિદ્યાર્થીઓ જે છોકરીની પસંદગી કરશે તેની સાથે હું લગ્ન કરીશ.
મટુકનાથે લખ્યું હતું કે, તે ખુશનસીબ છે જે 65 વર્ષની ચઢતી જવાનીમાં સેવાનિવૃત્ત થયા છે. સેવાનિવૃત્ત થયા બાદ પણ લોકો પુછી રહ્યા છે કે, તમે આગળ શું કરશો તો જવાબ એ હોય છે કે, હવે તે ફરીથી લગ્ન કરશે.
આ પોસ્ટમાં મટુકનાથે લખ્યું હતું કે, તેમની જવાની હાલ અંગડાઈ લઈ રહી છે અને તેમના અંગ-અંગમાં યૌવનનું ઉમંગ છલકાઈ રહ્યું છે. મટુકનાથે એવું પણ લખ્યું હતું કે, તેમની જવાની જોઈને લોકો તેમને નજર લગાવે છે અને તેમને દોડતા જોઈ લોકો દાંત નીચે આંગળી દબાવે છે.
‘લવ ગુરૂ’ મટુકનાથે બુધવારે સેવા નિવૃત્ત થયા પછી ફેસબુક વોલ પર કંઈક એવું ધમાકેદાર પોસ્ટ કર્યું કે તેનાથી તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. તેમને ‘ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની’ શીર્ષકથી એક પોસ્ટ લખ્યું હતું જેમાં પોતાની જાતને 65 વર્ષનો છોકરો બતાવ્યો હતો.
બિહાર: ‘લવ ગુરૂ’ના નામથી જાણીતા બિહારના મટુકનાથ ચૌધરી બુધવારે 40 વર્ષની નોકરી બાદ સેવાનિવૃત થઈ ગયા હતાં. જે અંદાજાથી વિસ્ફોટ મટુકનાથે 12 વર્ષ પહેલા 30 વર્ષ નાની શિષ્યા જૂલીની સાથે પ્રેમ કર્યો હતો. તો કંઈક આવો જ ધમાકો હવે મટુકનાથ રિટાયરમેન્ટ પછી કરવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -