✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લખનઉમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ, યોગી-રાજનાથે કર્યું ઉદ્ઘાટન, અખિલેશના સમર્થકો ભડક્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 02:41 PM (IST)
1

જ્યારે અખિલેશના સમર્થકોએ રોષ વ્યક્ત કરતા અખિલેશ યાદવ તરફથી અનેક તસવીરો ટ્વિટ કરવામાં આવી અને તેના સમર્થકોએ લખ્યું કે, ભલે ઝંડી કોઈ બીજુ બતાવે પણ શ્રેય તો અખિલેશને જ જશે અને એક યુઝરે લખ્યું કે, એન્જીન તો પહેલીથી ચાલું હતું ડબ્બા તો પાછળ આવાના જ.

2

લખનોઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનોઉમાં મંગળવારે મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાજ્યપાલ રામ નાઈકની ઉપસ્થિતિમાં તેની શરૂઆત કરવામાં આવી છે. આ મેટ્રો 6 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે શરૂ થશે.

3

ઉદઘાટન સમયે સીએમ યોગીએ કહ્યું કે, સમયસર યોજના પૂરી થવું ઘણી મોટી વાત છે. મેટ્રોની શરુઆત સીમિત સમયમાં પૂર્ણ કરવા બદલ શ્રીધરન અને અને તેમની પૂરી ટીમનો આભાર. તેમણે કહ્યું કે લોકોને મેટ્રોમાં મુસાફરી કરવા માટે હવે રાહ નહીં જોવી પડે, બુધવારથી જ લોકો મેટ્રોનો લાભ લઈ શકશે.

4

મેટ્રોના ઉદઘાટન કરતા ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, તે લખનઉ મેટ્રોને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરે છે. તેમણે કહ્યું કે, હવે લખનઉ શહેરને નવાબોની સાથે સાથે મેટ્રો શહેર તરીકે પણ ઓળખવામાં આવશે. જે શહેરમાં મેટ્રો ચાલે છે ત્યાં વિકાસના દ્વાર ખુલી જાય છે.

5

લખનઉ મેટ્રો સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ચાલશે, મુસાફરી માટે ભાડું રૂપિયા 10થી લઈને 60 સુદી રહેશે. મેટ્રોમાં ઇમરજન્સી વખતે યાત્રી ટોકબેક દ્વારા ડ્રાઈવર સાથે સીધી વાત કરી શકશે. જો કે, મેટ્રો અનેક કારણોથી ચર્ચામાં છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ મેટ્રો રેલને પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં રાખતા હતા. આજ કારણે તે મેટ્રોના શિલાન્યાસથી લઈને મેટ્રો બન્યા ત્યાં સુધી દરેક વખતે સાથે રહ્યા છે. પણ ચૂટણી હારી જતા તેનું ઉદઘાટન નથી કરી શક્યા.

  • હોમ
  • India-news
  • દેશ
  • લખનઉમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ, યોગી-રાજનાથે કર્યું ઉદ્ઘાટન, અખિલેશના સમર્થકો ભડક્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.