આજે છે વર્ષ 2019નું પ્રથમ ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ
ચંદ્ર ગ્રણ દરમિયાન કેટલાક કામ ન કરવા જોઈએ. જેમ કે, ગ્રહણ દરમિયાન દેવ પૂજા નિષેધ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે ગ્રહણ લાગવા પર મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન પ્રકૃતિથી વધારે સંવેદનશીલ થઈ જાય છે. આ જ કારણ છે કે આ દરમિયાન ઝાડ, છોડ અને પાંદડા તોડવા ન જોઈએ. જ્યોતિષીની ધારણા અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા અશુભ ગણાય છે. ચંદ્ર ગ્રણ દરમિયાન ખાવાનું બનાવવા અને ભોજન કરવાથી બચવું જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ ચોખ્ખા અને પવિત્ર કપડા પહેરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણ દરમિયાન પણ ગરીબ અને અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને પણ ગ્રહણથી દૂર રહેવું જોઈએ. માન્યતા છે કે ગ્રહણની છાયા ગર્ભમાં રહેલ બાળકને નુકસાન પહોંચાડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપર ચંદ્ર ગ્રણનો સમયઃ 21 જાન્યુઆરી સોમવારે ગ્રહણ શરૂઆત- સવારે 9 કલાક 4 મિનિટ. ગ્રહણ મધ્ય- પરમ ગ્રાસ- સવારે 10 કલાકે 42 મિનિટ. ગ્રહણ સ્પર્શ પૂર્ણ- સવારે 11 કલાકે 13 મિનિટ. ગ્રહણ પૂર્ણ- બપોરે 12 કલાકે 21 મિનિટ.
નવી દિલ્હીઃ વર્ષ 2019નું સૌથી પહેલું ચંદ્ર ગ્રહણ 21 જાન્યુઆરી એટલે કે આજે જોવા મળશે. આ વર્ષે 2 વખત ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તેમાં સૌથી પહેલું ચંદ્ર ગ્રહણ આજે છે. ત્યાર બાદ આ વર્ષે બીજું ચંદ્ર ગ્રહણ 16 જુલાઈ, 2019ના રોજ જોવા મળશે. આજે કુલ 3 કલાક 30 મિનિટ સુધી ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણ કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં છે. ભારતમાં આ ગ્રહણ જોવા નહીં મળે, પરંતુ આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, યૂરોપ, આફ્રીકા અને મધ્ય મહાસાગરમાં જોવા મળશે. પરંતુ આ ગ્રહણની અસર ભારત પર જોવા મળશે. ધાર્મિક માન્યતા અનુસાર અને જ્યોતિષીમાં ચંદ્ર ગ્રહણ અનુસાર કેટલાક કાર્યો કરવા માટે પ્રતિબંધિત માનવામાં આવે છે. આગળ વાંચો આજના ચંદ્ર ગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -