મુંબઈ: લક્ઝુરિયસ કારે એકસાથે 10 ગાડીઓને મારી ટક્કર પછી ડ્રાઈવરના શું થયા હાલ, જાણો વિગત
પોલીસે કારના ડ્રાઈવરને મહામહેનતે ટોળાંથી છોડાવ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે, કારના ડ્રાઈવરે અકસ્માત પહેલા આ વિસ્તારમાં એક વ્યક્તિ સાથે મારપીટ પણ કરી હતી. પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટોળાંએ જગુઆર કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા બાળક સહિતના લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
જગુઆર કારના ડ્રાઇવરની ઓળખ હિતેશ ગોલેચા તરીકે કરવામાં આવી છે. અકસ્માત બાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં ભેગા થયેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોએ તેના કારમાંથી બહાર ખેંચી કાઢીને તેની ધોલાઈ કરી હતી ત્યાર બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
સોમવારે સાંજે મુંબઈના અંધેરીના વર્સોવા ખાતે પૂરપાટ જતી લક્ઝુરિયસ જગુઆર કારે એકસાથે 10 કારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે એકસાથે 10 કારને ટક્કર મારતાં જોરદાર અવાજ આવ્યો હતો.
મુંબઈઃ સોમવારે સાંજે મુંબઈના અંધેરીના વર્સોવામાં એક પૂરપાટ ઝડપે દોડતી લક્ઝુરિયસ જગુઆર કારે 10 જેટલી કારને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જોરદાર અવાજ આવ્યો હતો અને લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતાં. જગુઆર કાર ચલાવી રહેલ કાર ચાલક કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.