આલોક વર્માને CBIના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ વચગાળાના ડિરેક્ટર તરીકે કોની કરાઈ નિમણુંક, જાણો વિગત
એમ. નાગેશ્વર રાવે પ્રમુખ પદ સંભાળતાની સાથે જ અસ્થાના સામે ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહેલા ડીએસપી એ.કે. બસ્સી, ડીઆઈજી એમ.કે. સિંહા અને જોઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્માની બદલી કરી દેવામાં આવી હતી.
એમ. નાગેશ્વર રાવ બીજી વખત સીબીઆઈના વચગાળાના પ્રમુખ બન્યા છે. રાવ 1986 બેચના ઓડીશા કેડરના IPS અધિકારી છે. તેમને આ અગાઉ 23 ઓક્ટોબર, 2018ના રોજ મોડી રાત્રે સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તે સમયે સીબીઆઈના વડા આલોક વર્મા અને વિશિષ નિદેશક રાકેશ અસ્થાનાની તમામ સત્તાઓ પાછી ખેંચીને બંનેને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.
આલોક વર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળની સમિતિની બેઠકમાં બે કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ સીબીઆઈના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના બીજા સિનિયર મોસ્ટ ન્યાયાધિશ એ.કે. સિકરી હતા. સમિતિમાં 2-1ની બહુમતિથી આલોક વર્માને તેમના પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ આલોક વર્માને સીબીઆઈના પ્રમુખ પદ પરથી ગુરૂવારે હટાવવામાં આવ્યા હતા ત્યાર બાદ એમ. નાગેશ્વર રાવની ફરીથી સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યાં સુધી બીજો કોઈ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ સીબીઆઈના પ્રમુખ પદે રહેશે.