ભારતમાં શરૂ થશે મેડમ તુસાદ સંગ્રહાલય, જાણો ક્યાં શરૂ થશે
તેમણે જણાવ્યું હતું કે, 'આ કેંદ્રને દર્શકો માટે આકર્ષક બનાવવાના ઉદેશ્ય સાથે અમે ઘણા સ્થાનીય નિષ્ણાતો સાથે કામ કર્યું છે. જેનાથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે, દર્શકોને આલહાદક અનુભવ મળે. તેમા એવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમને કોઇ શંકા નથી કે, સ્થાનીય દર્શકો અને પર્યટક બિલકુલ નવા અંદાજમાં પોતાના નાયકોને મેડમ તુસાદમાં સંગ્રહાલયને મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેડમ તુસાદ સંગ્રહાલયના સંચાલન કરનાર મર્લિન એંટરટેનમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેડમ તુસાદનો 22 મો સ્ટુડીયોને દિલ્લીમાં ખોલવામાં આવશે. જ્યારે અમે વર્ષ 2000માં મેડમ તુસાદ સંગ્રહાલયમાં અમિતાભ બચ્ચનનું મીણનું પુતળુ રાખ્યું તો જોયું કે ત્યારથી ભારતીય દર્શકોમાં મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઇ હતી. એટલા માટે દેશની રાજધાની દિલ્લીમાં મેડમ તુસાદની શાખાનો વિચાર આવવો પ્રાસંગીક છે.
લંડનમાં આવેલ મેડમ તુસાદ સંગ્રહાલયમાં દુનિયાભરના 2,000 જાણીતી હસ્તિઓના મીણના પુતળા રાખવામાં આવેલા છે. જે કુશળ કારીગરીના ઉત્તમ નમુના છે. આના દિલ્લીના સ્ટુડીયોમાં બોલીવુડ અને હૉલીવુડ સહતિના વિવિધક્ષેત્રની હસ્તીઓના મીણના પુતળા હશે. જેમણે ફક્ત ભારતીય ઇતિહાસમાં બદલાવ નથી લાવ્યા પમ વિશ્વમાં પ્રભાવી બદલાવ લાવ્યો છે. 'દિલ્લીનું દિલ' કનોટ પ્લેસમાં રિગલ સિનેમાં નજીક આવતા વર્ષે મેડમ તુસાદ સંગ્રહાલયનો શુભારંભ કરવામાં આવશે.
નવી દિલ્લીઃ દુનિયા ભરની હસ્તીઓની મીણના પુતળા મુકવા માટે લંડનનું મેડમ તુસાદ સંગ્રાહલય હવે ભારતમાં પણ પોતાની એક શાખા ખોલવા જઇ રહ્યું છે. આ સંગ્રાહલય દેશની રાજધાની નવી દિલ્લીની વચ્ચે આવેલા કનૉટ પ્લેસમાં ખોલવામાં આવશે આ સંગ્રહાલય આનાથી પર્યટનમાં વધારો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -