પિતા નહોતા ઈચ્છતા કે પુત્રી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાય, હવે Google એ આપી એક કરોડ રૂપિયાની ઓફર
મધુમિતાએ માધ્યમિક શિક્ષણ પટનાની ડીએવી પબ્લિક સ્કૂલમાંથી લીધું છે ત્યાર બાદ તેણે જયપુરની આર્યા કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો. તે પહેલા પણ તે અનેક કંપનીઓમાં કામ કરી ચુકી છે.મધુમિતાના પિતા નહોતા ઈચ્છતા કે તે એન્જિનિયરની ફિલ્ડમાં જાય. તેમના પિતાનું કહેવું હતું કે એન્જિનિયરિંગની ફીલ્ડ છોકરીઓ માટે નથી પરંતું બાદમાં છોકરીઓની મોટી સંખ્યા આ ફિલ્ડ આવી રહી હતી તેના બાદ એડમિશન લેવા કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા સાથે વાતચીત કર્તા મધુમિતાએ જણાવ્યું કે ગૂગલમાં નોકરી કરવી તેનું સ્વપ્નું હતું. ગૂગલમાં નોકરી મેળવવા માટે મધુમિતાએ સાત રાઉન્ડમાં થયેલા ઈન્ટવ્યૂ પાસ કરવા પડ્યા હતા. આ સાત ઈન્ટરવ્યૂ અલગ -અલગ દેશોમાં ઓનલાઈન થતા હતા. તેના માટે 6 થી 7 મહિના સતત મહેનત કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, મધુમિતાના પિતા સત્યેનદ્ર કુમાર આરપીએફના આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશ્નર છે અને તેની માતા ગૃહણી છે. મધુમિતાએ આ સફળતાને લઈને કહ્યું કે, તેનું હંમેશાથી સ્વપ્નું હતું કે તે એક મોટી કંપનીમાં કરે, તેણે જણાવ્યું કે ગત વર્ષે તેણે ભારત અને વિદેશમાં અનેક કંપનિઓ માટે પણ અપ્લાઈ કર્યું હતું અને ઓનલાઈન ટેસ્ટ પણ આપી હતી. તેના બાદ તેને 24 લાખ, 23 લાખ, 18 લાખ જેવા પેકેજની ઓફર પણ મળી હતી.
નવી દિલ્હી: દુનિયાના મોટી સર્ચ એન્જીન કંપની ગૂગલે પટનાની મધુમિતા શર્માને એક કરોડને આઠ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ સાથે નોકરી આપી છે. ગૂગલે પોતાની સ્વિટઝરલેન્ડ ઓફિમાં ટેકનિકલ સોલ્યૂશન એન્જિનિયર પદ માટે મધુમિતાને નોકરી આપી છે. મધુમિતાને આ નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂના સાત રાઉન્ડ ક્લિયર કરવા પડ્યા હતા.
મધુમિતા ગૂગલમાં નોકરી પહેલા બેંગલુરુમાં એપીજી કંપનીમાં કામ કરી રહી હતી. આ પહેલા તેને એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મર્સિડીઝ જેવી કંપનીઓ તરફથી પણ ઓફર મળી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -