ગુજરાત કોંગ્રેસના આ નેતાને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે રાહુલે સોંપી બહુ મોટી જવાબદારી, જાણો વિગત
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા મધુસૂદ મિસ્ત્રી હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. ગુજરાતમાંથી કોંગ્રેસના અહમદ પટેલ અને મિસ્ત્રી એ જ સભ્યો રાજ્યસભાના સભ્ય છે. મિસ્ત્રી 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદી સામે લડ્યા હતા પણ હારી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જવાબદારીઓમાં ગુજરાત કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધૂસૂદન મિસ્ત્રીને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન બનાવ્યા છે.
મિસ્ત્રી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન બન્યા છે તેનો અર્થ એ કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો પસંદ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહેશે. મિસ્ત્રીનો અભિપ્રાય મહત્વનો રહેશે કેમ કે મિસ્ત્રી કર્ણાટકની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરતી સમિતિના ચેરમેન બન્યા છે.
અમદાવાદઃ આગામી માર્ચ મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ આ ચૂંટણી માટે સજ્જ થઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતે કર્ણાટકમાં પ્રચારનો મોરચો સંભાળ્યો છે અને પોતાના વફાદાર સાથીઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવા માંડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -