મધ્યપ્રદેશમાં એકદંરે શાંતિપૂર્ણ રીતે 74.61 ટકા મતદાન
રાજ્યમાં 160 મતદાન કેન્દ્રો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 3046 મતદાન કેન્દ્ર માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. 17,000 મતદાન કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. 230 સીટો પર થઈ રહેલા મતદાન માટે કુલ 2899 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1094 અપક્ષ ઉમેદવારો પણ છે. મધ્યપ્રદેશમાં મતદાર યાદી સુધારણાના અંતિમ પ્રકાશન બાદ કુલ 5,04,95,251 મતદાર નોંધાયા છે. જેમાંથી 2,63,01,300 પુરુષ, 2,41,30,390 મહિલા તથા 1,389 થર્ડ જેન્ડરના મતદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMP વિધાનસભા ચૂંટણીમાં 45,000 મહિલા કર્મચારીઓની સેવા લેવામાં આવશે. 1.80 હજાર સુરક્ષાકર્મી સુરક્ષાની જવાબદારી સંભાળશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતા રાવના જણાવ્યા મુજબ રાજ્યમાં 3,00,782 કર્મચારી ચૂંટણી કાર્ય સંભાળશે. તેમાં 45,904 મહિલા કર્મચારી સામેલ છે. રાજ્યમાં 65,367 મતદાન કેન્દ્રો પણ ચૂંટણી થઈ રહી છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં આજે 230 સીટ માટે મતદાન યોજાયું હતું. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 74.61 ટકા મતદાન થયું છે. બાલાઘાટની નકસલ પ્રભાવિત 3 સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. આ સીટો માટે બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવાનું હતું. જ્યારે 227 સીટ પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થયું હતું. દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવતાં 3 અધિકારીના હાર્ટએટેકથી મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સવારે બુધનીમાં પત્ની સાથે નર્મદા મૈયાની પૂજા કરી હતી. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મધ્યપ્રદેશમાં આજે મતદાનનો દિવસ છે. પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લેવા અને જંગી મતદાન કરવા મારો રાજ્યના તમામ મતદારોને આગ્રહ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી અને કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં ચોથી વખત સરકાર બનાવવાના ઉદ્દેશથી પીએમ મોદીએ કમાન સંભાળી હતી અને 10 રેલી સંબોધિત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 27 ચૂંટણી સભા અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 25 ચૂંટણી સભાને ગજવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -