મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, વિદ્યાર્થીનીઓને સ્કુટી આપવાનું વચન
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, નારી શક્તિ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જેમાં મહિલા સશક્તિકરણ માટે સ્વસહાયતા સમૂહો, તેજસ્વિની દ્વારા સ્વરોજગારનો અભિયાન બનાવવામાં આવશે. ગ્રામ્ય ક્ષેત્રોમાં પીવાના પાણી માટે નલજળ યોજના. વીજળીની ક્ષમતાને 14000 મેગાવોટ સુધી લઈ જવા માટે સરકાર કામ કરશે. મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકો પર 28 નવેમ્બરના મતદાન થશે. મતગણતરી 11 ડિસેમ્બરના થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, મધ્ય પ્રદેશને આઈટી અને મેડિકલના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે કામ કરીશું. દર વર્ષે 10 લાખ રોજગાર ઉત્પન્ન કરશે સરકાર. કૃષિના માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાનું કામ સરકાર કરશે. ગ્વાલિયર અને જબલપુરમાં સરકાર મેટ્રો લાવશે. નવી ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ સ્થાપિત કરશે.
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેંદ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, ધર્મેદ્ર પ્રધાન, નરેંદ્ર સિંહ તોમર,મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના પ્રદેશ અઘ્યક્ષ રાકેશ સિંહ, પ્રભાત ઝા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. 10 લાખ લોકોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે. 12માં ધોરણમાં 75 ટકા કરતા વધારે લાવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવાનું વચન આપવામાં આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મફત મુસાફરી કરવા માટે સુવિધા આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -