મધ્યપ્રદેશમાં ભાજપે 2 મંત્રી સહિત 27 ધારાસભ્યોની ટિકિટ કાપી, જાણો વિગત
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, જે 9 નવેમ્બર સુધી ચાલશે. મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમેદવારોના નામ બીજેપીની ઈલેક્શન કમિટીમાં નક્કી થયા હતા. આ બેઠકમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિત અન્ય સભ્યો પણ સામેલ થયા હતા.
જેમાં શિવરાજ સિંહ ચૌહાન કેબિનેટમાં મંત્રી રહેલા માયા સિંહની પણ ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે માયા સિંહના બદલે કોર્પોરેટર સતીશ સિકરવારને ટિકિટ ફાળવી છે. માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી ચૂંટણી લડતા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન તેમની પરંપરાગત સીટ બુધની જ ચૂંટણી લડશે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદ મચેલા ધમાસાણ વચ્ચે ભાજપે શુક્રવારે પ્રથમ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 177 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બીજેપીએ મધ્ય પ્રદેશમાં નો રિપિટી થીયરી અપનાવતાં 2 મંત્રી સહિત 27 ધારાસભ્યોનો ટિકિટ ફાળવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -