મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ બંનેને આ 7 ઉમેદવારો પોતાના ઈશારે નચાવશે, જાણો વિગત
સુનસેર સીટ પર અન્ય ઉમેદવાર રાણા વિક્રમસિંહે 27062 મતોથી જીત મેળવી છે. બુરહામપુર સીટ પરથી ઠાકુર સુરેન્દ્રસિંહે 5120 મતોથી જીત મેળવી છે. ભગવાનપુરા સીટ પરથી કેદાર ચીડાભાઈનો 9716 મતોથી વિજય થયો છે. જ્યારે વારાસિવની સીટ પરથી પ્રદિપે 3862 મતોથી વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશમાં ભીંડ સીટ પરથી બસપાના ઉમેદવાર સંજીવ સિંહે 35,896 મતોથી જીત્યા છે. જ્યારે પથરીયા સીટ પર રામબાઈ ગોવિંદ સિંહ 2205 મતોથી જીત મેળવી છે. જ્યારે બીજવાર સીટ પર સપાના ઉમેદવાર રાજેશ કુમારે 36,714 મતોથી જીત મેળવી છે.
હવે આવી પરિસ્થિતિમાં મામલો ઘૂંચવાઈ ગયો છે, કોંગ્રેસ અને ભાજપે અન્ય અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ચૂંટણી કમિશનના વલણ મુજબ સમાજવાદી પાર્ટી એક સીટ પર, બહુજન સમાજવારી પાર્ટી બે સીટ પર અને અન્યને ચાર બેઠકો મળી છે. આ સાત સીટો પર ઉમેદવારોએ સારા એવા અંતરથી જીત મેળવી છે.
વલણની સાથે કોંગ્રેસ તરફથી નિવેદનબાજી ચાલુ કરી દેવામાં આવી હતી. સપા તરફથી એલાન કરી દેવામાં આવ્યું હતું કે, તે મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે કોઈ પણ પક્ષ સાથે જઈ શકે છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
ભોપાલ: મધ્યપ્રેદશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. મોડી રાત સુધી વલણમાં સ્પષ્ટ થયું નહતું કે બહુમત કોને મળશે. મધ્યપ્રદેશમાં જેમ જેમ વલણ આવી રહ્યા હતા તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના ચહેરા પર રોનક જોવા મળતી હતી. જોકે મોડી રાત સુધી ચાલી રહેલી ગણતરીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને ભાજપને 109 બેઠકો મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -