કોંગ્રેસે આપ્યા દેશને સૌથી ધનવાન મુખ્યમંત્રી -કમલનાથ, કેટલી છે સંપતિ ને કઇ લક્ઝરિયસ કારના છે શોખીન
કલમનાથે 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની એફિડેવિટમાં તેમની સંપતિની જે માહિતી આપી હતી, તે અનુસાર પૂર્વ કેન્દ્રીય મત્રી કમલનાથ પાસે કુલ 206 કરોડ રૂપિયાની સંપતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીનિયર કોંગ્રેસ લીડર પાસે બે લક્ઝરિયસ ગાડીઓ છે, એક દિલ્હીમાં રજિસ્ટર્ડ એમ્બેસેડર ક્લાસિક કાર છે અને એક મધ્યપ્રદેશ નંબર પ્લેટ વાળી સફારી સ્ટોર્મ એસયુવી કાર છે. આ ગાડીઓની કુલ કિંમત 19 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
જોકે, એફિડેવિડમાં એ પણ બતાવવામાં આવ્યુ હતુ કે તેમની ઉપર 5 કરોડ રૂપિયાનું દેવું પણ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સપ્ટેમ્બર, 2011માં 273 કરોડ રૂપિયાની સંપતિની સાથે તેમને દેશના સૌથી અમીર કેબિનટ મંત્રી પણ ગણવામાં આવ્યા હતા.
ખરેખર, તેમને સંપતિના મામલે દેશના સૌથી અમીર-ધનવાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પાછળ પાડી દીધા છે. આ મામલે તેઓ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી બની ગયા છે.
નવી દિલ્હીઃ બે દિવસના મંથન બાદ આખરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ગઇ છે. અનુભવી કમલનાથને એમપીના આગામી મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. તમે જાણો છો કમલનાથના નામે એક ખાસ ઉપલબ્ધિ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -