મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભાજપને વધુ મત મળવા છતાં કોંગ્રેસ બનાવશે સરકાર
સીટના મામલે ભાજપ ભલે કોંગ્રેસ કરતાં પાછળ રહી ગઈ પરંતુ વોટ શેરના મામલે ભાજપ કોંગ્રેસ કરતાં આગળ છે. એમપી ચૂંટણીમાં ભાજપને 41.0 ટકા મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને 40.9 ટક મત મળ્યા છે. ભાજપને 1,56,42,980 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને 1,55,95,153 મત મળ્યા છે. આ રીતે વધારે મત મળવા છતાં ભાજપ સૌથી મોટી પાર્ટી ન બની શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાની ચૂંટણીની તુલના કરીએ તો ભાજપને અહીં 165 સીટ સાથે સ્પષ્ટ બહુમતી મલી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 58 સીટ મળી હતી. 2013ની ચૂંટણીમાં ભાજપને 44.88 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 36.38 ટકા મત મળ્યા હતા. આ રીતે આ વખતે ભાજપના વોટ શેરમાં ઘટાડો નોંધાયો છે જ્યારે કોંગ્રેસના વોટ શેરમાં વધારો નોંધાયો છે.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી વધારે રસપ્રદ મધ્ય પ્રદેશમાં રહી. અહીં છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. બુધવારે સવારે પરિણામ સ્પષ્ટ થયા તો તેમાં કોઈપણ પક્ષને બહુમત ન મળ્યો. જોકે 114 સીટ સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો. પરંતુ રસપ્રદ આંકડા એ છે કે ભાજપને કોંગ્રેસ કરતાં વધારે મત મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -