મધ્ય પ્રદેશના ઇંદોરમાં હાથમાં બંદૂક લઈ ટમેટાની ચોકીદારી કરી રહ્યા છે સુરક્ષા ગાર્ડ
ટમેટાના ભાવ ઉછળી રહ્યા છે. 5થી 10 રૂપિયે કિલો વેચાતા ટમેટા હવે જથ્થાબંધ બજારમાં 65 રૂપિયા અને સામાન્ય લોકોની થાળી સુધી પહોંચતા 100 રૂપિયા કિલોએ પહોંચી જાય છે. હવે જ્યારે ટમેટાના ભાવ એટલા બધા વધી ગયા છે કે હવે તેના માટે સુરક્ષા રાખવી પડી રહી છે.
શાકભાજી વેપારીઓનું કહેવું છે કે, ચાલુ વર્ષે ટમેટાનું ઉત્પાદન ઓછું થયું છે. ઇંદોરના ચોઈથરામ માર્કેટમાં એક મહિના પહેલા સુધી 6થી 7 હજાર કેરેટ ટમેટા દરરોજ આવતા હતા પરંતુ હવે અહીં માત્ર 1200 કેરેટ ટમેટા જ દરરોજ આવી રહ્યા છે.
થોડા દિવસ પહેલા મુંબઈમાં એક શાકભાજીની દુકાનમાંથી 300 કિલો ટમેટાની ચોરી થઈ ગઈ હતી. આ સમાચાર જ્યારે ઇંદોરના માર્કેટ સુધી પહોંચ્યા તો ટમેટા વેચતા વેપારીઓએ સુરક્ષાની માગ કરી. ત્યાર બાદ બંદૂકની સાથે ગાર્ડ ટમેટાની સુરક્ષામાં રાખવામાં આવ્યા છે.
ઇંદોરઃ વિતેલા કેટલાક મહિનાથી ટમેટાના ભાવમાં કમરતોડ ભાવ વધારો થયો છે. મુંબઈમાં ટમેટાના કેરેટ ચોરવામાં આવી રહ્યા છે તેની સીધી અસર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇઇંદોર પર જોવા મળી રહી છે, જ્યાં હવે ચુસ્ત સુરક્ષાની વચ્ચે માર્કેટમાંથી ટમેટા વેચવામાં આવી રહ્યા છે. અહીં ટમેટાની સુરક્ષા માટે ચાર-ચાર સુરક્ષા ગાર્ડ ચોકીદારી કરી રહ્યા છે.