સગીર છોકરીને સગા કાકા સાથે બંધાયા સેક્સ સંબંધ, છોકરી થઈ ગઈ પ્રેગનેન્ટ, ખાપ પંચાયતે શું આપ્યો ચુકાદો?
આ સિલસિલો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો, ત્યારે પીડિતા પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. ખાપ પંચાયતના ફરમાન બાદ પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી લીધી હતી. પોલસી પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવીને નિવેદન નોંધવામાં લાગી છે.
બાદમાં આદિવાસી સમાજ યુવા મહાસભા અને સેંયા મસકલ મહિલા સહયોગ સંસ્થા સામે આવી. મંગળવારે ખાપ પંચાયત ભરાઇ, જેમાં પાંચ લાખ રૂપિયાનો દંડ અને બન્નેને ગામની બહાર હાંકી કાઢવાનું ફરમાન આપવામાં આવ્યું હતું.
રાંચીઃ પશ્ચિમ સિંહભૂમના મંજારી વિસ્તારમાં કાકા અને સગીર ભત્રીજીની વચ્ચે અનૈતિક સંબંધનો મામલો સામે આવ્યો છે, જેમાં ભતીત્રી પ્રેગનેન્ટ થઇ ગઇ. ગામવાળાઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મહાપંચાયત બોલાવી. મહાપંચાયતે કાકા પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, એટલું જ નહીં કાકા અને ભત્રીજીને ગામની બહાર હાંકી કાઢવાનું પણ ફરમાન સંભળાવ્યું હતું.
માહિતી અનુસાર, સગીર ભત્રીજી અને આરોપી કાકા, બન્ને આદિવાસી સમાજના એક જ ગૌત્રના છે. આરોપી ટ્રેક્ટર ચાલક છે અને પીડિતાના ઘરે અવરજવર કરતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા, બન્નેએ સેક્સ પણ માણ્યું.
હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એસપી ક્રાંતિ કુમારે એસડીપીઓ અમર કુમાર પાંડ્યને મામલાની તપાસ કરવાનો આદેશ આપી દીધો છે. ઘટના સામે આવ્યાના થોડાક દિવસો પહેલા જ ગામમાં ખાપ પંચાયત બોલાવવામાં આવી હતી, પણ આરોપી રોબિન કુંકલ ખાપ પંચાયતની સામે હાજર ન હતો થયો. રોબિનના પરિવારજનો તેને નિર્દોષ ગણાવી રહ્યાં છે.