✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ રહીમના રહસ્યો જાણતી હનીપ્રીતની ડાયરીના કોડ થયા ડિકોડ, થયા અનેક મોટા ખુલાસા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2018 08:09 AM (IST)
1

તપાસ એજન્સીઓને હનીપ્રીત પાસેથી જે ડાયરીઓ મળી છે તેમાં વાયાનાડ કેરલા લેન્ડ, મશીન વેટ કમ કરને વાલી, હિમાચલ કી લેન્ડ ન્યૂ, દાર્જિલિંગ લેન્ડ, ન્યૂ લેન્ડ ઓરેન્ડ કાઉન્ટી તરફ, મની ટ્રાન્સફર રિસોર્ટ ટુડે, હિમાચલ કી લેન્ડ રિસોર્ટને નામ કરવી, ટીમ્સ ફોર વી 7 ઈન 12, 25 ગર્ગ કો દે દો અને સંજૂ લેન્ડ ગુડગાંવ જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2

બાબાના રહસ્યો જાણતી હનીપ્રીત હજુ પણ જેલમાં છે પરંતુ તેના કોડ ડિકોડ કરવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીને તેનું રહસ્ય જાણી લીધું છે. ઈન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે કોડને ઉકેલવામાં આવ્યા ત્યારે મોટો ખુલાસો થયો. જેમાં આશરે 20 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. આઈટી વિભાગ દ્વારા હનીપ્રીતની જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.

3

નવી દિલ્હીઃ બળાત્કારી બાબા રામ રહીમને મળેલી સજાને એક વર્ષ થઈ રહ્યું છે. આ મામલે એક વર્ષ બાદ રામ રહીમ કેસમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. રામ રહીમના રહસ્યો જાણતી હનીપ્રીતની ડાયરીના રાજ ખુલવા લાગ્યા છે. ગત વર્ષે હનીપ્રીતની ડાયરી સામે આવી ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. કારણકે તેમાં કોડવર્ડ જ લખ્યા હતા, પરંતુ હવે હનીપ્રીતની ડાયરીના કોડ ડિકોડ થવા લાગ્યા છે.

4

ઈન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હનીપ્રીત આ અંગે હજુ પણ કોઈ સંતોષકારક જવાબ નહીં આપે તો આ તમામ ઈન્કમ તેની માની લેવામાં આવશે અને આ હાલતમાં ઈન્કમટેક્સ વિભાગ હનીપ્રીત પર સો થી લઈ ત્રણ સો ટકા સુધી દંડ પણ લગાવી શકે છે.

5

હનીપ્રીતના આ કોડવર્ડમાં હજુ માત્ર 20-25 કરોડની કાળી કમાણીનું રહસ્ય જાણી શકાયું છે પરંતુ આ રકમ અનેક ગણી વધારે હોઈ શકે છે. રામરહીમ અને હનીપ્રીતે કરોડ રૂપિયા તેમની ઐય્યાશીમાં ખર્ચ્યા હતા. બાબા તેની તાકાત અને સંબંધોથી ડેર સચ્ચાનું વિસ્તરણ કરતો રહ્યો અને તેનો હિસાબ રાખવાનું કામ હનીપ્રીતને આપવામાં આવ્યું.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ રહીમના રહસ્યો જાણતી હનીપ્રીતની ડાયરીના કોડ થયા ડિકોડ, થયા અનેક મોટા ખુલાસા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.