હવે સરળતાથી બનાવડાવો પાસપોર્ટ, સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જે અરજદારની ઉંમર 8 વર્ષથી ઓછી અથવા 60 વર્ષતી વધારે હશે તેણે પાસપોર્ટ ફીમાં 10 ટકા છૂટ આપવામાં આવશે. ઉપરાંત જો તમને મોબાઈલ પર પાસપોર્ટ સંબંધિત જાણકારી જોઈએ છે તો mpassport Seva App ડાઉનલોડ કરી શકો છો.
સરકારે આ ફેરફાર એટલા માટે કર્યા છે જેથી વધુમાં વધુ લોકો સરળતાથી પાસપોર્ટ બનાવડાવી શકે. આ પહેલા 23 જૂને વિદેશમંત્રી સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે હવે પાસપોર્ટ અંગ્રેજીની સાથે સાથે હિન્દી ભાષામાં પણ હશે.
હવેથી 26/01/1989 બાદ જન્મેલ લોકોના જન્મના દાખલાની જગ્યાએ પાન કાર્ડ અથવા આધાર કાર્ડથી જ ઉંમર અને બર્થ ડેટ વેરિફાઈ થઈ જશે. એટલે કે અલગથી બર્થ સર્ટિફિકેટ આપવાની જરૂરત નહીં રહે. 26/01/1989 બાદ જન્મેલ લોકોના બર્થ સર્ટિફિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ, મેટ્રિક્યૂલેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, અથવા એલઆઈસી પોલિસી બોન્ડને પણ પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે.
નવી દિલ્હીઃ જો તમે પણ પાસપોર્ટ બનાવવાને લઈને પરેશાન છો તો તમારે માટે ખુશખબર છે. હવે પાસપોર્ટ બનાવવાનું સરળ થઈ ગયું છે. સરકારે તેના માટે નિયમમાં છૂટ આપતા સરળ બનાવ્યા છે. પાસપોર્ટમાં નિયમ 1980 અનુસાર જે લોકોનો જન્મ 26/01/1989 બાદ થયો હોય તેણે પાસપોર્ટ બનાવવા માટે ફરજિયાત જન્મનો દાખલો આપવો જરૂરી હતી, પરંતુ હવે આ નિયમમાં સરકારે ફેરફાર કર્યો છે.