✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મલ્લિકા શેરાવતે ટ્વિટર પર સુષમા સ્વરાજ પાસે માગી મદદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2018 07:09 PM (IST)
1

નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે વિદેશમંત્રી સુષમાં સ્વરાજ પાસે મદદ માગી છે. મલ્લિકા શેરાવત ‘ફ્રી અ ગર્લ ઈન્ડિયા’ એનજીઓ સાથે જોડાયેલી છે. આ સંસ્થા માનવ વ્યાપાર બાળકોના યૌન શોષણ વિરુદ્ધ ભારતમાં કામ કરી રહી છે. મલ્લિકાએ આ સંસ્થા માટે સુષમાં સ્વરાજ પાસે મદદ માગી છે.

2

જણાવી દઈએ કે ફ્રી અ ગર્લ એનજીઓ બાળ યૌન શોષણ વિરુદ્ધ જાગૃતતા અભિયાન ચલાવી રહ્યું છે. આ સંસ્થાએ બાળ વેશ્યાવૃતિને લાગતા કાયદા પણ કડક કરવાની માગ કરી છે. આ સંસ્થા દુનિયાભરમાં સ્થાનીય સ્તર પર અભિયાન ચલાવી રહી છે.

3

મલ્લિકાએ આ એનજીઓના સહ સંસ્થાપક એવલીન હોલ્સ્કન માટે ભારતના વીઝાની માગ કરી છે. મલ્લિકા અનુસાર તેમણે અનેક વખત વીઝા માટે અરજી કરી હતી પણ તેને ફગાવી દેવામાં આવી છે. ત્યારે મલ્લિકાએ ટ્વિટ કર્યું કે, “મેડમ સુષમા સ્વરાજ ડચ ગેર સરકારી સંસ્થાન ‘ફ્રી અ ગર્લ’ના સહ સંસ્થાપકને ભારતના વિઝા નથી આપી રહ્યાં તેના વિઝાની અરજી પણ વારંવાર રદ્દ કરવામાં આવી છે. આ એનજીઓ માનવ તસ્કરી વિરુદ્ધ કામ કરે છે. કૃપા કરી મદદ કરો.”

4

મલ્લિકા આ સંસ્થા દ્વારા ચાલતા સ્કૂલ ફોર જસ્ટિસ કાર્યક્રમની બ્રાંડ એમ્બેસેડર છે. આ કાર્યક્રમ અંતર્ગત વેશ્યાલયોમાંથી મુક્ત કરાવેલી યુવતી કે બાળકીઓને શિક્ષા, ટ્રેનિંગ આપી મદદ કરવામાં આવે છે. મલ્લિકાએ કહ્યું કે વિદેશમંત્રી આ કામ માટે મદદ કરે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મલ્લિકા શેરાવતે ટ્વિટર પર સુષમા સ્વરાજ પાસે માગી મદદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.