✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મમતાએ PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- 'ભાજપ સરકારને હટાવવાનો સમય આવી ગયો'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2019 05:23 PM (IST)
1

વિપક્ષની મહારેલીમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે. મોદીજીને લાગે છે કે, બસ તેઓ જ ઈમાનદાર છે, બાકી બધા ખરાબ છે. મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. મોદીએ કોઈને ક્યાંયના નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને નથી છોડ્યા તો અમે તેમને કેમ છોડીશું. મોદી સરકારે નવી નોકરીઓ આપવાની જગ્યાએ બેરોજગારી વધારી દીધી છે. ભાજપ રેલી કરીને બંગાળમાં રમખાણો ફેલાવવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. ભાજપને બંગાળમાં એક પણ બેઠક નહીં મળે.

2

3

4

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. મમતાની આ વિશાળ મહારેલીમાં કોંગ્રેસ, સપા-બસપા, એનસીપી સહિત 20 પાર્ટીઓના નેતા એકસાથે જોવા મળ્યા હતા. વિપક્ષના દરેક નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. મમતાની આ વિશાળ મહારેલીમાં કોંગ્રેસ, સપા-બસપા, એનસીપી સહિત 20 પાર્ટીઓના નેતા એકસાથે જોવા મળ્યા હતા. વિપક્ષના દરેક નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

5

આમ આદમી પાર્ટીના સંયોજનક અને દિલ્હીના મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી અને અમિત શાહ પર હુમલો કરતા કહ્યું કે બંનેની જોડીએ દેશને ભંગાર હાલતમાં મૂકી દીધો છે. યુવાનો પરેશાન થયા છે. નોકરીઓ ઓછી થઇ છે. મોદીએ મોટા પાયે નોકરીઓ આપવાની લાલચ આપીને જૂઠ ફેલાવ્યું છે. આજે સવા કરોડ નોકરીઓ ખતમ થઇ ગઇ છે. ખેડૂતની પરેશાની વધી ગઇ છે, આત્મહત્યા કરી રહ્યા છે.

6

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, બંગાળમાં જે હવા ગઠબંધના રૂપે ચાલી છે એ દેશમાં પણ જોવામાં આવશે. લોકો વિચારતા હતા કે અમારું ગઠબંધન નહિ થાય પણ અમારું ગઠબંધન થયું છે. ભાજપ કહે છે કે ગઠબંધનમાં પીએમ પદ માટે બહુ બધા મુરતિયાઓ દાવેદાર છે, પરંતુ જનતા જેને પસંદ કરશે તેમાંથી જ વડાપ્રધાન બનશે. ચુંટણી આવતા આવતા ભાજપ સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ કરવાની હદે જાય છે પણ અમે જનતાના અવાજ સાથે જોડાણ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં અમારું બસપા સાથેના જોડાણથી ભાજપને ડર લાગી રહ્યો છે.

7

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આપણે દેશને જોડવાનું કામ કરવાનું છે. ભાજપ ભગાવો, દેશને બચાવોનો સમય આવી ગયો છે.

8

ભાજપના નેતા શત્રુધ્ન સિન્હા મમતા બેનર્જીની મહારેલીમાં જોવા મળ્યા હતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, દેશ બદલાવ ઈચ્છે છે. મને ઘણાં લોકો કહે છે કે, હું ભાજપ વિરૂદ્ધ બોલું છું. પરંતુ જો સાચુ કહેવું બળવાખોરી હોય તો હું બળવાખોર છું.

  • હોમ
  • India-news
  • દેશ
  • મમતાએ PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- 'ભાજપ સરકારને હટાવવાનો સમય આવી ગયો'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.