2019માં મોદી લહેર રોકવા માટે 'મહામોર્ચા'નો પ્લાન કરી રહી છે મમતા
આ મોર્ચામાં તે દિલ્હીના અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, તામિલનાડુના કરુણાનિધિ, ઓડિશાના બીજુ પટનાયક, ઝારખંડના હેમંત સોરેન જેવા પ્રાદેશિક પક્ષોને સામેલ કરવાની તૈયારી કરી રહી છે. એટલે નરેન્દ્ર મોદીને ઘેરવા માટે મમતા બેનર્જી ઉત્તરથી લઇ દક્ષિણ સુધીનો મેગા પ્લાન બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ બંગાળના આજુબાજુના રાજ્યોમાં ભાજપ ઝડપથી સત્તા સુધી પહોંચી ચૂક્યું છે. ભાજપે પણ બેનર્જીને માત આપવાનું લક્ષ્ય બનાવ્યું છે.
આ 6 રાજ્યોમાંથી લોકસભાની 140 બેઠકો છે. દિલ્હી, ઝારખંડને છોડીને બાકીના ચાર રાજ્યોમાં ભાજપ નબળું છે. મમતા બેનર્જીની કોશિશ ભાજપને વધુ કમજોર કરવાની છે.
આ જ કારણ છે કે બંગાળની શેરની તરીકે ઓળખાતી મમતા બેનર્જી ભાજપ અને નરેન્દ્ર મોદીના વિરુદ્ધ રાજકારણની કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. જાણકારોનું માનવું છે કે નરેન્દ્ર મોદીને દિલ્હીની ગાદી પર ફરીથી બેસવા માટે મમતા બેનર્જી એકદિવસ લેફ્ટ સાથે પણ હાથ મિલાવી શકે છે.
ચર્ચા તો અહીં સુધી થઇ છે કે બિનકોંગ્રેસી મોર્ચા માટે ઉદ્વવ ઠાકરેની શિવસેનાને પણ મમતા બેનર્જીના મોર્ચામાં સામેલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જોકે શિવસેના અત્યારે ઇનકાર કરે છે. હકીકતમાં મમતા બેનર્જી અને મોદીની રાજકીય દુશ્મનાવટ એટલા માટે વધતી જાય છે કેમકે પશ્ચિમ બંગાળમાં ભાજપ મજબૂત થઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે આખા દેશમાં મોદી લહેર હતી તો મમતા બેનર્જીએ બંગાળની ધરતી પર મોદીના વિજય રથને રોકી દીધો હતો, હવે તે 2019 માટે પીએમ મોદીના વિરુદ્ધ વિજય રથ રોકવાનું પ્લાનિંગ કરી રહી છે. મમતા બેનર્જીને ભારતના રાજકારણમાં અક્કડ સ્વભાવ અને કડક ઇમેજવાળા નેતા માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -