✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મમતા બેનર્જીની જાહેરાત, 9 ઓગસ્ટથી શરૂ કરશે 'ભાજપ ભારત છોડો' આંદોલન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jul 2017 09:21 AM (IST)
1

વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કામ કરવા દેતી નથી. અમે તેના નોકર નથી. મમતાએ આ અવસર પર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભવિષ્યમાં ભાજપ વિરુદ્ધ 18 વિપક્ષ રાજનૈતીક દળનું ગઠબંધન વધારીશું. મમતાએ દાવો કર્યો કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી કેન્દ્રની સત્તા પર નહિં રહે. તૃણમુલ કૉંગ્રેસે બંગાળને વામપંથી મુક્ત કરી દીધી છે. હવે આ દેશને ભાજપ મુક્ત કરશે. આ ઉપરાંત જણાવ્યું કે, ભાજપ વિરુદ્ધ આંદોલન હવે લોકસભા, વિધાનસભા ક્ષેત્ર, શહેરો અને ગામમાં શરૂ થશે. પાર્ટીના તમામ નેતા, મંત્રી સાંસદ, ધારાસભ્ય તેમાં ભાગ લેશે.

2

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં નવ ઓગસ્ટથી ગામડે-ગામડે “ભાજપ ભારત છોડો” આંદોલન શરૂ કરશે. આ આંદોલન 30 ઓગસ્ટ સુધી ચાલશે. મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી આયોજીત વાર્ષિક શહિદ રેલીમાં આ જાહેરાત કરી હતી. જો કે 21 જુલાઈ, 1993માં પોલિસ ગોળીબારમાં મૃત્યુ પામેલા 13 યુવાનોની યાદમાં મમતા દર વર્ષે આ દિવસને શહિદ દિવસ તરીકે ઉજવે છે. 1942માં પણ નવ ઓગષ્ટના દિવસે કૉંગ્રેસે “અંગ્રેજો ભારત છોડો’’ ના નારા સાથે આંદોલન શરુ કર્યું હતું. મમતાએ 50 મિનીટના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. પહેલીવાર મમતાના નિશાન પર ભાજપ આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મમતા બેનર્જીની જાહેરાત, 9 ઓગસ્ટથી શરૂ કરશે 'ભાજપ ભારત છોડો' આંદોલન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.