ગમે ત્યારે જપ્ત થઈ શકે છે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનો ફ્લેટ, જાણો શું છે કારણ
મળતા અહેવાલ મુજબ વર્સોવા સ્થિત ફ્લેટ જપ્ત કરવામાં આવશે. વિક્કી ગોસ્વામીએ હવે સોસાયટીને કોઇપણ જાતની રકમ આપવાનું પણ બંધ કરી દીધું છે. આ ફ્લેટને ગમે ત્યારે જપ્ત કરવામાં આવી શકે છે. જેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીટીઆઈના રિપોર્ટ મુજબ સુનાવણી માટે કોર્ટમાં બીજી વખત નહીં આવ્યા બાદ સ્પેશિયલ કોર્ટના જજ એટએમ પટવર્ધને ગત દિવસોમાં મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલા મમતા કુલકર્ણીના ત્રણ વૈભવી ફ્લેટનો કુર્ક કરવાનો ઓર્ડર કર્યો હતો. આ ફ્લેટની કિંમત 20 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
પોલીસે કુલકર્ણી અને એક બેંક મેનેજર વચ્ચે ચૂકવણીને લઈ કરવામાં આવેલા ઇમેલ્સને પણ ચાર્જશીટ સાથે જોડી હતી. કેટલા ઇમેલ્સમાં મોકલનારે ઇમેલની શરૂઆતમાં વિક્કી ગોસ્વામીનું નામ લીધું હતું. તપાસ અધિકારી ભરત શેલ્કેએ કહ્યું કે, તેનાથી સાબિત થાય છે કે ગોસ્વામી આર્થિક બાબતો સંભાળતો હતો અને કુલકર્ણી સાથે વાત કરતો હતો.
મમતા કુલકર્ણીને કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધી છે. અહેવાલ મુજબ મમતા કુલકર્ણી અને વિક્કી ગોસ્વામી હાલ કેન્યામાં રહે છે.
નવી દિલ્હીઃ મુંબઈ પોલીસે ગત વર્ષે ઓક્ટોબરમાં બોલિવૂડની એક સમયની હોટ એક્ટ્રેસ મમતા કુલકર્ણી અને ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સામે ચોથી વખત ચાર્જશીટ દાખલ કરી હતી. મમતા કુલકર્ણી અને તેના ઈન્ટરનેશનલ ડ્રગ ડીલર પતિ વિક્કી ગોસ્વામી પર કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -