સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગેલો 'શેરા' ક્યાંથી ઝડપાયો ? જાણો કેમ આપી હતી ધમકી ?
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગને લઇને ચર્ચામાં છે. શનિવારે સલમાન સેટ પર ઘાયલ થયો હોવાના સમાચાર હતા અને તે મુંબઈ પરત ફર્યો છે. ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ પંજાબનાં લુધિયાનામાં થઈ રહ્યું હતુ.
અધિકારીએ જણાવ્યું કે, સલીમ ખાને સલમાન ખાનનો નંબર આપવાનો ઇનકાર કરી દીધો તો શેરાએ તેમને પણ ધમકી આપી હતી. બાદમાં પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી ગિરિશ અનાવકરે કહ્યું કે, અમે બ્રાંન્દ્રા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શેરાને ઇલાહાબાદથી ઝડપી લેવામાં આવ્યો છે. બાદમાં તેને મુંબઇ લાવી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.
અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પર્સનલ સેક્રેટરીએ નંબર આપવાનો ઇનકાર કર્યો તો શેરાએ સલમાન ખાનને ગાળો આપવાની શરૂઆત કરી દીધી અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં શેરાએ સલમાન ખાનના પિતા સલીમ ખાનને ફોન કર્યો અને એક્ટરનો નંબર માંગ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તે ગેંગસ્ટર છોટા શકીલ માટે કામ કરી રહ્યો છે.
મુંબઇઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકી આપવાના આરોપમાં ઉત્તરપ્રદેશથી એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આરોપી શાહરૂખ ગુલામનબી ઉર્ફ શેરાએ પોલીસને જણાવ્યું કે, તે બોલિવૂડમાં કામ કરવા માટે તક ઇચ્છતો હતો. તે ઇચ્છતો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં સલમાન તેનો ગોડફાધર બને. જેને કારણે તેણે છ ઓક્ટોબરના રોજ ફોન પર સલમાન ખાનના સેક્રેટરીને ફોન કરીને સલમાન ખાનનો પર્સનલ નંબર માંગ્યો હતો.