3 પુત્રી, પુત્ર ને ખુદ પત્નિને હતા લગ્નેતર સેક્સ સંબંધો, પિતાએ તેની સામે વાંધો લેતાં પરિવારે ભેગા મળીને પતાવી દીધા, જાણો વિગત
હત્યારાઓએ જણાવ્યું કે, તેમણે યોજના પ્રમાણે 1 ઓક્ટોબરની રાત્રે હરબંસ સિંહના જમવામાં ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે તેઓ બેભાન થઇ ગયા ત્યારે જસવીર કૌરે પોતાની નાની દીકરી અમનજૌત કૌરના પ્રેમી ગગનદીપ સિંહે પોતાના ઘરે બોલાવ્યો. સાથે તેના મિત્રો જગસીર સિંહ અને ગુરતેજ સિંહ પણ આવ્યા હતા. બાદમા હરબંસ સિંહના માથામાં ઇંટો મારી હત્યા કરી દેવામાં આવી. પોલીસે જણાવ્યું કે, જસવીર કૌર, હરપ્રીત કૌર, અમનજોત કૌર, લખવિંદર સિંહ, જગસીર સિંહ ઉર્ફ જમોલા, ગોપાલ સિંહ, ભુપિન્દર કૌરની ધરપકડ બાકી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક હરબંસની પત્ની જસવીર કૌરે પોતાની નાની દીકરી અમનજોત કૌર અને તેના પ્રેમી ગગનદીપ સિંહ, મોટી દીકરી હરપ્રીત કૌર અને દીકરો લખવિંદર સિંહ ઉર્ફ તોતી અને તેની પ્રેમીકા ભુપિન્દર કૌર સાથે મળીને હરબંસ સિંહની હત્યાની યોજના બનાવી હતી અને તેને અંજામ આપ્યો હતો. ગગનદીપ સિંહના મિત્રો ગોપાલ પુત્ર મલકીત સિંહ, જગસીર સિંહ ઉર્ફ જમોલા પુત્ર ગુરતેજ સિંહએ પૈસાની લાલચમાં આવીને ગગનદીપ સિંહનો સાથ આપ્યો હતો.
તે સિવાય હરબંસ સિંહની નાની દીકરી અમનજોત કૌર અને ગગનદીપ સિંહના દીકરા પદમપ્રીત સિંહ વચ્ચે પણ અનૈતિક સંબંધો છે. પોલીસે જણાવ્યું કે, મૃતકનો દીકરો લખવિંદર સિંહ ઉર્ફ તોતીના ભુપિંદર કૌર નિવાસી ખનાલ કે જેમના અગાઉ ગુરુસેવક સિંહ સાથે લગ્ન થયા હતા. પરિવારના તમામ સભ્યો મૃતક હરબંસ સિંહને પોતાના સંબંધો વચ્ચે કાંટો સમજતા હતા.
જિલ્લા પોલીસ વડા મનધીર સિંહ, એસપી અનિલ કુમાર, ડીએસપી માનસા સિમરનજીત સિંહ લંગ અને પોલીસ સ્ટેશનના વડા મોહન લાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેસની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતક હરબંસ સિંહની હત્યા તેની પત્ની જસવીર કૌર, મોટી દીકરી હરપ્રીત કૌર, નાની દીકરી અમનજૌત કૌર અને દીકરો લખવિંદર સિંહ ઉર્ફ તોતીના અનૈતિક સંબંધોને કારણે થઇ છે.
ચંડીગઢઃ પંજાબના માનસા જિલ્લાના હોડલા કલા ગામમાં પોતાના ગેરકાયદેસર સંબંધોમાં પિતાને કાંટો સમજીને તેમના માથામાં ઇંટો મારી દીકરાએ હત્યા કરી દીધી હતી. પિતાની હત્યા કર્યા બાદ તેમની લાશને નજીકની ગટરમાં ફેંકી દીધી હતી. આશ્વર્યની વાત એ છે કે પિતાની હત્યામાં દીકરાને પરિવારના તમામ સભ્યોએ પણ મદદ કરી હતી. યોજના પ્રમાણે પરિવારના તમામ સભ્યોએ મળીને મૃતક વ્યક્તિના જમવામાં ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી અને બાદમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.