ચાર્ટર્ડ પ્લેનમાં કરોડો રૂપિયાની જૂની નોટ ભરીને લઈ જતો બિહારનો બિઝનેસમેન પકડાયો
જેવું જ પ્લેન દિમાપુરમાં લેન્ડ થયું કે તરત જ સુરક્ષા દળોએ તેને ઘેરી લીધું. તપાસ દરમિયાન રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. નોટબંધીના નિર્ણય બાદથી લોકો કાળા નાણાંને સગેવગે કરવા માટે આમત-તેમ રસ્તાઓ શોધી રહ્યા છે. 5.5 કરોડ રૂપિયાને સુરક્ષા એજન્સીઓ ઉગ્રવાદને ફન્ડિંગ સાથે જોડીને પણ જોઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, ઘટનાના સંબંધમાં બિહારના મુંગેર જિલ્લાની પોલીસે આવી કોઈપણ જાણકારી ન હોવાની વાત કહી છે. અત્યાર સુધી જે જાણકારી મળી છે તે અનુસાર કારોબારી એ સિંહે સિરસા (હરિયાણઆ)થી ચાર્ટર્ડ જેટ પ્લેનમાં સાડા પાંચ કરોડ રૂપિયાની જૂની નોટની સાથે નાગાલેન્ડ માટે ઉડાન ભરી હતી. તેની જાણકારી મળ્યા બાદ દિમાપુર એરપોર્ટ પર સુરક્ષા દળ એલર્ટ થઈ ગયા હતા.
દિમાપુરઃ દેશભરમાં ચાલી રહેલ નોટબંધીની વચ્ચે બિહારના એક કારોબારીને તેના જ ચાર્ટર્ડ પ્લેનમાં 5.5 કરોડ રૂપિયાની જૂની નોટ સાથે ધરકપડ કરવામાં આવી છે.
બિઝનેસમેનની આ રકમને લઈને પોતાના ચાર્ટર્ડ પ્લેનથી ઉગ્રવાદ પ્રભાવિત નાગાલેન્ડના દિમાપુર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આટલી મોટી રકમ મળી આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ હરકતમાં આવી ગઈ છે. તાસ એજન્સી સહિત સીઆઈએસએફના અધિકારી તેની સઘન પૂછપરછ કરી રહ્યા છે. ધરપકડ કરવામાં આવેલ બિઝનેસમેન બિહારના મુંગેરનો નિવાસી એ સિંહ હોવાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -