'કોંગ્રેસને ધમકાવી રહ્યાં છે PM મોદી'- મનમોહને રાષ્ટ્રપતિને પત્ર લખીને ફરિયાદ કરી
સોમવારે કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિને લખેલા આ પત્રમાં PM મોદીએ હુબલીમાં આપેલા ભાષણ પર આપત્તિ દર્શાવી છે. પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે, દેશના વડાપ્રધાને કોઇની પણ સામે આ પ્રકારની ભાષાનો પ્રયોગ ના કરવો જોઇએ. આ પત્રમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંગ સહિત અન્ય મોટા કોંગ્રેસી નેતાઓની સહીઓ છે.
મોદીએ પોતાના ભાષણોમાં કહ્યું કે, જ્યારે ભગત સિંહ જેલમાં હતા તો તેમને મળવા કોઈ કોંગ્રેસી નેતા નહોતા ગયા. હકીકતમાં દેશના પહેલા PM નહેરુ જેલમાં જઈને ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મળ્યા હતા. નહેરુએ આ મુલાકાતનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કર્યો છે. મોદીએ એક ભાષણમાં કહ્યું કે જનરલ થિમૈયાને તત્કાલીન પીએમ નહેરુ અને રક્ષા મંત્રી કૃષ્ણા મેનને અપમાન કર્યું હતું. કોંગ્રેસે જવાબી હુમલો કરતા કહ્યું કે પીએમ મોદી ખોટી માહિતી રજૂ કરી.
હાલમાં જ કર્ણાટકની 224 સીટો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપી અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થયા હતા. મોદીએ પણ પોતાના ભાષણોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા.
મનમોહન સિંહે કહ્યું હતું કે, મોદી સરકાર પોતાના ઈરાદા સારા હોવાનો દાવો કરે છે પરંતુ તેમના ઈરાદાઓથી દેશને ભારે નુકસાન થાય છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, વિશ્લેષણનો અભાવ ભારત અને આપણા સામૂહિક ભવિષ્ય પર ભારે પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે 6 મેના રોજ હુબલીમાં વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતુ કે, BJP ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પાયાવિનાના આરોપ લગાવવાને લઇને કોંગ્રેસ પર પલટવાર કરતાં મોદીએ તેમને નેશનલ હેરાલ્ડ મામલાની યાદ અપાવી હતી, જેમાં માં-બેટા (સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી) કૌભાડના આરોપોનો સામનો કરી રહ્યાં છે અને જામીન પર છે.
તેઓએ કહ્યું કે, યૂપીએ સરકારના કાર્યકાળમાં વૃદ્ધિ દર સરેરાશ સાત ટકા હતો. એક સમયે તો વૈશ્વિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ હોવા છતાંય તે 8 ટકા હતી. તેઓએ વધુમાં કહ્યું કે, એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ છે અને તેલની કિંમતો ઓછી છે તેમ છતાંય બધું ઉલટું થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અન્ય કોંગ્રેસી નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વડાપ્રધાન મોદીની ભાષા પર વાંધો ઉઠાવ્યો છે. કર્ણાટક ચૂંટણી પ્રચારમાં PM મોદી દ્વારા કોંગ્રેસને 'લેને કે દેને પડ જાયેન્ગે' વાળા નિવેદન પર કોંગ્રેસે જબરદસ્ત વાંધો ઉઠાવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યુ છે કે વડાપ્રધાન કોંગ્રેસને ધમકાવવાનું કામ કરી રહ્યાં છે.