ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો, જસવંત સિંહના પુત્ર માનવેંદ્ર કૉંગ્રેસમાં જોડાયા
ભાજપ સાથે માનવેંદ્રના સંબંધો 2014 લોકસભા ચૂંટણી સમયે જ ખરાબ થઈ ગયા હતા, જ્યારે પાર્ટીએ તેના પિતા અને પૂર્વ રક્ષા મંત્રી જસવંત સિંહને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ જસવંત સિંહ અપક્ષ ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનવેંદ્ર સિંહે હાલમાં જ બાડમેરમાં સ્વાભિમાન રેલી કરી હતી. જ્યાં તેમણે કમળ નું ફૂલ, મોટી ભૂલ કહેતા ભાજપથી અલગ રસ્તો બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માનવેંદ્ર સિંહની પ્રદેશ નેતૃત્વ અને મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. રાજ્યના બાડમેર અને આસપાસના રાજપૂત સમાજમાં માનવેંદ્ર અને તેમના પરિવારની સારી પકડ માનવામાં આવે છે.
નવી દિલ્હી: અટલ બિહારી વાજપેયી સરકારમાં રક્ષા અને વિદેશ મંત્રી રહેલા જસવંત સિંહના પુત્ર માનવેંદ્ર સિંહે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. માનવેંદ્ર આજે રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાહેર પ્રચાર વચ્ચે માનવેંદ્ર સિંહે કૉંગ્રેસમાં સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -