✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગઠબંધનની વિરુદ્ધમાં છે કેટલાય કોંગ્રેસી MLA, મતભેદના કારણે ધારાસભ્ય દળના નેતા પણ નથી ચૂંટી શક્યા, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 May 2018 10:23 AM (IST)
ગઠબંધનની વિરુદ્ધમાં છે કેટલાય કોંગ્રેસી MLA, મતભેદના કારણે ધારાસભ્ય દળના નેતા પણ નથી ચૂંટી શક્યા, જાણો વિગતે
1

2

કહેવાઇ રહ્યુ છે કે, ગઠબંધનથી નારાજ ધારાસભ્યો સાથે બીજેપી સંપર્ક કર્યો છે, જેમાં લિંગાયત સમુદાયના 16 ધારાસભ્યો સામેલ છે. કેમકે લિંગાયત અને વોકલિંગા સમુદાય એકબીજાના પ્રતિદ્વંદ્વી છે.

3

તેમને કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની હાર માટે સિદ્ધારમૈયા જવાબદાર છે, તેમને પાર્ટીને નષ્ટ કરી દીધી છે. વધુમાં કહ્યું કે, આવી ભાવના રાખનારા એકલા નથી, બીજા કેટલાય લોકો પણ છે, પણ હાઇકમાનના દબાણના કારણે ચૂપ રહ્યા છે.

4

કોંગ્રેસ નેતા અને વિધાનસભાના પૂર્વ સ્પીકર કેબી કોલીવાડે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ગઠબંધનથી કોંગ્રેસના બધા ધારાસભ્યો ખુશ નથી, સરકાર બનાવવા માટે ગઠબંધન તેમને યોગ્ય નથી લાગતું. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મીટિંગ દરમિયાન કેટલાક મતભેદો સામે આવ્યા હતા અને પાર્ટી પોતાના ધારાસભ્ય દળનો નેતા પણ નથી ચૂંટી શકી.'

5

રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે યેદુરપ્પાને 15 દિવસનો સમય આપ્યો છે. જેથી કોંગ્રેસ અને જેડીએસ સમજી ગયું છે કે તેમને ધારાસભ્યોને તોડવા માટે બીજેપીની લાંબા સમયનો મોકો મળી ગયો છે, ધારાસભ્યોની હવે તગડી સુરક્ષા કરવી પડશે. આ બધાની વચ્ચે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે, પાર્ટીના કેટલાક ધારાસભ્યો સિદ્ધારમૈયાથી નારાજ છે અને જેડીએસ સાથેના ગઠબંધનના વિરોધી છે.

6

સાચુ તો એ છે કે, બન્ને પક્ષો એકબીજાના ઘોરવિરોધી થઇને ચૂંટણી લડ્યા છે હવે બન્ને ભેગા થઇ ગયા છે. જેને લઇને કેટલાક ધારાસભ્યોમાં અસંતોષ ફેલાઇ ગયો છે. સામે બીજેપી મોકાની તલાશમાં છે કે આવા ધારાસભ્યોને જોડીને સરકાર બનાવી લઇએ.

7

નવી દિલ્હીઃ પોતાના ધારાસભ્યોને તુટતા બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસે તેમને કર્ણાટકમાંથી બહાર સુરક્ષિત જગ્યા પર લઇ જવાનું વધારે યોગ્ય લાગ્યું, જેને લઇને હવે તમામ ધારાસભ્યોને બેગ્લુંરુના રિસોર્ટમાંથી રાતોરાત હેદરાબાદ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, હાલ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન છે અને તેને લઇને બન્ને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ મુદ્દે હવે ખુદ કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ખાનગી વિરોધ કરી રહ્યાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગઠબંધનની વિરુદ્ધમાં છે કેટલાય કોંગ્રેસી MLA, મતભેદના કારણે ધારાસભ્ય દળના નેતા પણ નથી ચૂંટી શક્યા, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.